No need to go to Mauritius to see white sand
- આજે અમે તમને ભારતના એ બીચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સફેદ રેતી એટલે કે વ્હાઇટ સેન્ડ જોવા મળે છે.
ફરવું કોને પસંદ નથી ? દરેક લોકો ફરવાના શોખીન હોય જ છે અને ઘણા લોકો ફરવા માટે ભારતની (India) બહારના સ્થળો પસંદ કરતાં હોય છે. પણ આપણા ભારતમાં ઘણા એવા સુંદર સ્થળો છે જે વિદેશના (Abroad) ફરવાલાયક સ્થળોને ટક્કર આપી શકે છે. ભારતમાં દરિયા કિનારે (On the seashore) આવા અનેક બીચ છે. જે પોતાની પ્રાકૃતિક સુંદરતાથી કોઈપણને મોહિત કરી શકે છે. દરિયા કિનારે એક અલગ જ દુનિયા જોવા મળે છે.
ત્યાંનો અદભૂત નજારો ઘણા લોકોને આખો દિવસ જોવો પણ ગમે છે. ભારતમાં આવા ઘણા બીચ છે જે પોતાની સુંદરતા અને સફેક રેતી એટલે કે વ્હાઇટ સેન્ડને માટે જ જાણીતા છે. આજે અમે તમને ભારતના એ બીચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સફેદ રેતી એટલે કે વ્હાઇટ સેન્ડ જોવા મળે છે.
પાલોલેમ બીચ :
ભારતના સૌથી સુંદર બીચમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ સ્થળ દક્ષિણ ગોવાના કૈનાકોના પર સ્થિત છે. જો તમને શાંત જગ્યા અને બીચ પર ભીડ પસંદ નથી તો આ તમારા માટે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે પરફેટ જગ્યા છે.
વરકલા બીચ :
વરકલા બીચ કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલ છે. આ બીચ સફેદ રેતી માટે ઘણો ફેમસ છે અને તેની સાથે સાથે આ બીચ પર આયુર્વેદિક મસાજ કરવાની સુવિધા મળી રહે છે. જો તમને દરિયાકિનારે બેસીને દિવસ વિતાવવો ગમે છે તો આ બીચ પર એક વખત જરૂર ફરવા જવું જોઈએ.
ગણપતિ પુલે :
ગણપતિ પુલે બીચ મહારાષ્ટ્રમાં ગણપતિ પુલે શહેરમાં જ આવેલ છે. જણાવી દઈએ કે આ બીચ ભગવાન ગણેશ સાથે જોડાયેલ છે અને ગણેશ ચતુર્થી પછી હજારો ભક્તો એ બીચ પર એમના ગણપતિ વિસર્જન માટે આવે છે. આ બીચના કિનારે પણ સફેદ રેતી આવેલ છે અને બીચની કુદરતી સુંદરતા મનમોહક છે.
માલપે :
આ બીચ કર્ણાટકના ઉડુપી વિસ્તારમાં આવેલો છે અને આ બીચનાના કિનારે પણ સફેલ રેતી જોવા મળે છે. આ સાથે જ માલપે બીચને ફિશિંગ બંદર તરીકે પણ ઓળખાવામાં આવે છે.
આ પણ વાંચો :-