Home Blog Page 1301

રાતે હાઈકમાન્ડનો આદેશ આવ્યો અને હસતાં મોઢે…: CM પદ પરથી રાજીનામાં અંગે પહેલીવાર રૂપાણીએ કર્યો ખુલાસો

0

High Command’s order came

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને CM પદ છોડ્યાને એક વર્ષ બાદ મુખ્યમંત્રી પદ છોડવા મુદ્દે વિજય રૂપાણીએ કર્યો મોટો ખુલાસો.

વિજય રૂપાણીએ (Vijay Rupani) પોતાના CM પદ પરથી રાજીનામું આપવા અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, ‘રાતે હાઈકમાન્ડે રાજીનામું (High Command Resignation) આપવા મને આદેશ આપ્યો હતો. આથી મે સવારે રાજ્યપાલને (Governor) રાજીનામું આપ્યું હતું. જો કે,પાર્ટીએ મને રાજીનામું આપવાનું કારણ નથી કહ્યું. મે પણ પાર્ટી પાસે રાજીનામું લેવાનું કારણ નથી પૂછ્યું. મે હંમેશા પાર્ટી માટે કામ કર્યું છે.

પાર્ટીએ કહ્યું ત્યારે CM બન્યો અને પાર્ટીએ કહ્યું ત્યારે પદ છોડ્યું. મે હસતા મોઢે રાજીનામું આપ્યું હતું.’ ઉલ્લેખનીય છે કે, તારીખ 11 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના CM પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, ‘જો મે કારણ પૂછ્યું હોત તો મને વિશ્વાસ છે કે હાઇકમાન્ડે મને કારણ કીધું હોત.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

પરંતુ હું હંમેશા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને મુખ્યમંત્રી બનવાનો આદેશ આપ્યો હતો ત્યારે હું CM બની ગયો. જ્યારે પાર્ટીએ મને કહ્યું કે, તેઓ મારું પદ પરત લઇ રહ્યાં છે તો મે તેઓને હસતા મોઢે આ પ્રકારે કરવા જણાવ્યું.’

‘હસતા મોઢે મે રાજીનામું સોંપ્યું’ : વિજય રૂપાણી

તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘પોતાની પાર્ટી તરફથી આદેશ પ્રાપ્ત કર્યાના થોડા જ કલાકો બાદ તેઓએ કોઇ પણ પ્રકારના વિરોધ કે ગુસ્સા વગર 21 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. એક સારા કાર્યકર્તાના રૂપમાં હું ક્યારેય પણ પાર્ટી લાઇનની વિરૂદ્ધ નથી ગયો. મે મારું રાજીનામું હસતા ચહેરા સાથે સોંપ્યું હતું. નહીં કે ઉદાસ ચહેરા સાથે.’

આ પણ વાંચો :-

 

રાજપૂતાણીઓનું શૌર્ય, બાઈક પર તલવાર પકડીને કર્યા ગરબા, Video જોઈને કહેશો વાહ

0

Bravery of Rajputanis, Garba done by

  • ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી.

ગુજરાતના ગરબા (Garba of Gujarat) એટલે કંઈ ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ (Ranjit Vilas Palace) ખાતે નવરાત્રિની (Navratri) ઉજવણી કરાઈ હતી. જેમાં રાજપૂતાણીઓનું (Rajputani) અદભૂત શૌર્ય જોવા મળ્યુ હતું. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ તેઓએ કરી બતાવ્યા હતા. મહિલાઓએ બાઈક પર તલવાર પકડીને રાસ કર્યો હતો.

રાજકોટના ભગીની ફાઉન્ડેશન દ્વારા આ અદભૂત આયોજન કરાયુ હતું. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા બાઈક પર તલવાર સમેણવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 100 બહેનોએ તલવાર સમેંણી કર્યા હતા.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

ઉલ્લેખનીય છે કે રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી દ્વારા દર વર્ષે નવરાત્રિમાં આ તલવાર રાસનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહે છે. આ ગરબામાં નવરાત્રિમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર સમેણવામાં આવી હતી.

આ પ્રસંગે મહારાણી કાદંબરી દેવીએ કહ્યું કે રાજપૂત સમાજની સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે અમે દર વર્ષે આ કાર્યક્રમ યોજીએ છીએ. પરંપરા ધીરે ધીરે હવે લુપ્ત થતી જાય છે. આધુનિક યુગમા પણ હિન્દુ સંસ્કૃતિની જાળવી રાખવી જરૂરી છે. તમામ મહિલાઓ સક્ષમ છે અને વર્ષોથી આ કામ કરે છે. તેમનાથી અન્ય મહિલાઓને પ્રેરણા મળે છે.

આ પણ વાંચો :-

એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે

0

Withdrawing money from ATMs

  • ઓનલાઈન પેમેન્ટ એટલે કે યુપીઆઈ તો ફ્રી છે પરંતુ એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે. પૈસા કાઢવાની નિર્ધારિત મર્યાદા બાદ થનારા દરેક ટ્રાન્ઝેક્શન માટે બેંક તમારી પાસે પહેલા કરતા વધુ ચાર્જ વસૂલ કરશે.

ઓનલાઈન પેમેન્ટ (Online payment) એટલે કે યુપીઆઈ તો ફ્રી છે પરંતુ એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે. પૈસા કાઢવાની નિર્ધારિત મર્યાદા બાદ થનારા દરેક ટ્રાન્ઝેક્શન (transaction) માટે બેંક તમારી પાસે પહેલા કરતા વધુ ચાર્જ વસૂલ કરશે. દેશભરની તમામ મોટી સરકારી અને પ્રાઈવેટ બેંકે એટીએમમાંથી (Atm) કેશ વિથડ્રોઅલ અંગે નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક પૈસા કાઢવાના નામ પર હવે 15થી 25 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે. આ ચાર્જથી તમે કેવી રીતે છૂટકારો મેળવી શકો? સૌથી પહેલા તો બેંકના આ નવા નિયમો વિશે જાણો.

SBI ATM Charge  :

જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડ યૂઝ કરો છો તો અહીં મફત લેવડદેવડની સંખ્યા 3 સુધી મર્યાદિત છે. મફત મર્યાદા સુધીમાં વપરાશ કરવાથી બેંક ચાર્જ નથી કરતી પરંતુ મર્યાદા પૂરી થતા દરેક કેશ ઉપાડ પર 10 રૂપિયા ચાર્જ લાગે છે. જો તમે બીજી બેંકના એટીએમથી કેશ ઉપાડ કરો તો SBI પ્રતિ લેવડદેવડ 20 રૂપિયા વસૂલે છે. આ ઉપરાંત ગ્રાહક પાસેથી જીએસટી પણ વસૂલવામાં આવે છે.

PNB ATM Charge  :

જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડ વાપરતા હોવ તો અહીં મફત લેવડદેવડની સંખ્યા 5 સુધી સિમિત છે. મફત મર્યાદા કરતા વધુ યૂઝ કરો તો બેંક દરેક કેશ ઉપાડ પર 10 રૂપિયા ચાર્જ કરે છે. જો તમે બીજી બેંકના એટીએમનો કેશ ઉપાડવા માટે ઉપયોગ કરો તો મેટ્રો સિટીમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને બિન મેટ્રો સિટીમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનનો નિયમ છે.

પ્રતિ ટ્રાન્ઝેક્શનની રકમ :

અત્રે જણાવવાનું કે બેંકના એટીએમથી છ મેટ્રો શહેરોમાં પહેલા 3 ટ્રાન્ઝેક્શન બિલકુલ મફત હોય છે. આ છ શહેરોમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદનો સમાવેશ થાય છે. જેમાં ફાઈનાન્શિયલ અને નોન ફાઈનાન્શિયલ એમ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન સામેલ છે. જ્યારે બિન મેટ્રો શહેરોમાં 5 વાર સુધી એટીએમમાંથી પૈસા કાઢી શકાય છે.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

નિર્ધારિત મર્યાદા બાદ મેટ્રો શહેરોમાં ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 8.50 રૂપિયા નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન તરીકે આપવા પડતા હતા. જેને વધારીને હવે 21 રૂપિયા કરી દેવાયા છે. એટીએમ મશીન લગાવવાના અને તેની દેખરેખ સંલગ્ન ખર્ચ વધવાના કારણે ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય લેવાયો છે.

આ રીતે બચી શકશો ચાર્જથી :

જો આ ચાર્જની ઝંઝટથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો તમે ICICI બેંકના વેલ્થ એકાઉન્ટને યૂઝ કરી શકો છો. કારણ કે આ ખાતામાં તમારે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી પણ નહીં આપવી પડે અને જો તમે ICICI બેંકના એટીએમમાંથી પૈસા કાઢશો તો તમારી પાસેથી એક રૂપિયો પણ ચાર્જ વસૂલાશે નહીં. જો કે તમે બીજી બેંકના એટીએમમાંથી પૈસા કાઢશો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો :-

લોકો કહેતા કે આનો શોટ બાઉન્ડરી સુધી પણ નહીં પહોંચે એ હરમને ફટકારી સિક્સરની સદી

0

People were saying that this shot

  • હરમનપ્રીતે પટિયાલામાં રાજ્ય સ્તરીય ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ મેચમાં 75 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે એક બોલ પર એટલો જોરદાર શોટ માર્યો કે બોલ મેદાનમાંથી પડોશીના ઘરમાં પહોંચી ગયો. ઘરની બારીના કાચ તૂટી ગયા હતા. તે ઘરનો માલિક ગ્રાઉન્ડ સુધી આવ્યો.

ક્રિકેટની (Cricket) રમત હંમેશાથી પુરુષ પ્રધાન રહી છે. પુરુષોના દબદબાવાળી આ રમતમાં એક ભારતીય મહિલા ક્રિકેટરે પોતાનું નામ રોશન કર્યું છે. આ આર્ટીકલમાં વાત કરવામાં આવી છે ઈંગ્લેન્ડને (England) હરાવનારી ભારતીય મહિલા ક્રિકેટની (Women’s Cricket) શાન હરમનપ્રીતની (Harmanpreetani). એક સમય હતો કે હરમન જ્યારે ક્રિકેટમાં આવી ત્યારે લોકો કહેતા હતા કે આનો શોર્ટ તો બાઉન્ડરી સુધી પણ નહીં પહોંચી શકે. એજ હરમનપ્રીતે આજે ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. .

હરમનપ્રીતે પોતાની કરિયરમાં થોડા જ સમયમાં સિક્સરની સદી ફટકારી દીધી છે. હરમનપ્રીત આજે વન-ડે અને T20માં સૌથી વધુ સિક્સ ફટકારનાર મહિલા ક્રિકેટર બની ગઈ છે. હરમનપ્રીત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 113 સિક્સર ફટકારી ચૂકી છે. આ છોકરી તેના ગામ મોગામાં માત્ર મહિલા ક્રિકેટની જ ઓળખ નથી બની, પરંતુ તે દેશભરના ચાહકોને વિશ્વાસ અપાવવામાં પણ સફળ રહી છે કે અમારી છોકરીઓ છોકરાઓથી ઓછી નથી.

એક ઈન્ટરવ્યુમાં હરમનપ્રીતે કહ્યું હતું કે,’પહેલાં જ્યારે મારા પિતાના મિત્રો એરપોર્ટ પર મને સી-ઓફ કરવા આવતા ત્યારે તેઓ કહેતા કે મારે મોટા શોટ મારવાની શું જરૂર છે? છોકરીઓમાં મોટા શોટ રમવાની શક્તિ હોતી નથી. ફક્ત સિંગલ્સ અને ડબલ્સ લેવાનો પ્રયાસ કરો. આના જવાબમાં મેં કંઈ કહ્યું નહીં, પરંતુ 2017નો વર્લ્ડ કપ જોયા પછી તેઓ માનવા લાગ્યા કે કદાચ હું અને મારા સાથી ખેલાડીઓ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી શકીએ છે.

હરમનની દરેક ફોર્મેટમાં આક્રમક બેટિંગે સાબિત કર્યું છે કે મહિલા ક્રિકેટમાં પણ લાંબી સિક્સ ફટકારી શકાય છે. આજે હરમનપ્રીતની કહાની એટલા માટે કારણ કે તેના નેતૃત્વમાં મહિલા ટીમ ઈન્ડિયાએ શનિવારે ઈંગ્લેન્ડને તેના ઘરમાં રમાયેલી વનડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું. એટલે કે અંગ્રેજોનો સફાયો એમની જમીન પર. તેણે પોતે સામેથી કમાન સંભાળતા બીજી વનડેમાં 111 બોલમાં 18 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 143 રન ફટકાર્યા હતા.

કોચ કમલદીશ સિંહ સોઢી કહે છે, ‘હું અને મારી પત્ની મોગાની ગુરુનાનક કોલોનીમાં ફરવા જતા હતા. અમે એક પ્રાઈવેટ સ્કૂલ (જ્ઞાન જ્યોતિ સિનિયર સેકેંડરી સ્કૂલ) ચલાવતા હતા. હું જ્યારે પણ ફરવા જતો ત્યારે હરમનપ્રીતને છોકરાઓ સાથે રમતી જોતો હતો. મને લાગતું હતું કે હું પોતે એક ક્રિકેટ ખેલાડી છું મારા પરિવારના ઘણા લોકોએ પણ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે.

એટલા માટે હું મારી સ્કૂલમાં પણ એક સારી ક્રિકેટ ટીમ બનાવવા માંગતો હતો. જ્યારે મેં હરમનપ્રીતને રમતાં જોઈ ત્યારે મને લાગ્યું કે આ છોકરીની સ્કિલને પોલિશ કરી શકાય છે. આ પછી મોગાની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બનાવી. આ ટીમ સાથે અમે સ્ટેટ ક્રિકેટ ચેમ્પિયન બન્યા.

ઉલ્લેખનીય છેકે, હરમનપ્રીત જ્યારે 12મા ધોરણમાં હતી ત્યારે તેની પસંદગી ઈન્ડિયન ટીમમાં થઈ હતી. કમલદીશ સિંહ સોઢીએ જણાવ્યું કે હરમનપ્રીતે પટિયાલામાં રાજ્ય સ્તરીય ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ મેચમાં 75 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે એક બોલ પર એટલો જોરદાર શોટ માર્યો કે બોલ મેદાનમાંથી પડોશીના ઘરમાં પહોંચી ગયો. ઘરની બારીના કાચ તૂટી ગયા હતા. તે ઘરનો માલિક ગ્રાઉન્ડ સુધી આવ્યો. તે ખૂબ જ ગુસ્સામાં હતો, પરંતુ તેને ખબર પડી કે આ છગ્ગો કોઈ છોકરીએ માર્યો છે, તે ખુશ થઈને ગ્રાઉન્ડ પરથી પરત જતો રહ્યો.

હરમનપ્રીત સૌથી વધુ છગ્ગા મારનાર મહિલા ક્રિકેટરોની યાદીમાં ત્રીજા નંબરે છે. હરમને 30 મેચમાં 17 સિક્સર ફટકારી છે. આ યાદીમાં તેના પહેલા વેસ્ટ ઈન્ડિઝની ડિએન્ડ્રા ડૉટિન 22 છગ્ગા સાથે નંબર વન અને ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈન 18 છગ્ગા સાથે બીજા નંબર પર છે.

આ પણ વાંચો :-

વ્હાઇટ સેન્ડ બીચ જોવા માટે મોરિશિયસ જવાની જરૂર નથી, ભારતના આ દરિયાકિનારા આપે છે વિદેશને ટક્કર

0

No need to go to Mauritius to see white sand

  • આજે અમે તમને ભારતના એ બીચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સફેદ રેતી એટલે કે વ્હાઇટ સેન્ડ જોવા મળે છે.

ફરવું કોને પસંદ નથી ? દરેક લોકો ફરવાના શોખીન હોય જ છે અને ઘણા લોકો ફરવા માટે ભારતની (India) બહારના સ્થળો પસંદ કરતાં હોય છે. પણ આપણા ભારતમાં ઘણા એવા સુંદર સ્થળો છે જે વિદેશના (Abroad) ફરવાલાયક સ્થળોને ટક્કર આપી શકે છે. ભારતમાં દરિયા કિનારે (On the seashore) આવા અનેક બીચ છે. જે પોતાની પ્રાકૃતિક સુંદરતાથી કોઈપણને મોહિત કરી શકે છે. દરિયા કિનારે એક અલગ જ દુનિયા જોવા મળે છે.

ત્યાંનો અદભૂત નજારો ઘણા લોકોને આખો દિવસ જોવો પણ ગમે છે. ભારતમાં આવા ઘણા બીચ છે જે પોતાની સુંદરતા અને સફેક રેતી એટલે કે વ્હાઇટ સેન્ડને માટે જ જાણીતા છે. આજે અમે તમને ભારતના એ બીચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સફેદ રેતી એટલે કે વ્હાઇટ સેન્ડ જોવા મળે છે.

પાલોલેમ બીચ :

ભારતના સૌથી સુંદર બીચમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ સ્થળ દક્ષિણ ગોવાના કૈનાકોના પર સ્થિત છે.  જો તમને શાંત જગ્યા અને બીચ પર ભીડ પસંદ નથી તો આ તમારા માટે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે પરફેટ જગ્યા છે.

વરકલા બીચ :

વરકલા બીચ કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલ છે. આ બીચ સફેદ રેતી માટે ઘણો ફેમસ છે અને તેની સાથે સાથે આ બીચ પર આયુર્વેદિક મસાજ કરવાની સુવિધા મળી રહે છે. જો તમને દરિયાકિનારે બેસીને દિવસ વિતાવવો ગમે છે તો આ બીચ પર એક વખત જરૂર ફરવા જવું જોઈએ.

ગણપતિ પુલે  :

ગણપતિ પુલે બીચ મહારાષ્ટ્રમાં ગણપતિ પુલે શહેરમાં જ આવેલ છે.  જણાવી દઈએ કે આ બીચ ભગવાન ગણેશ સાથે જોડાયેલ છે અને ગણેશ ચતુર્થી પછી હજારો ભક્તો એ બીચ પર એમના ગણપતિ વિસર્જન માટે આવે છે.  આ બીચના કિનારે પણ સફેદ રેતી આવેલ છે અને બીચની કુદરતી સુંદરતા મનમોહક છે.

માલપે  :

આ બીચ કર્ણાટકના ઉડુપી વિસ્તારમાં આવેલો છે અને આ બીચનાના કિનારે પણ સફેલ રેતી જોવા મળે છે. આ સાથે જ માલપે બીચને ફિશિંગ બંદર તરીકે પણ ઓળખાવામાં આવે છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 28 સપ્ટેમ્બર : આ રાશિ જાતકો માટે દિવસ હકારાત્મક સાબિત થશે, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

Today’s Horoscope 28 September :  Gujarat Guardian

મેષ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ
અણગમતા સંજોગોનો સમનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદા તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફાળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ
થોડું ગસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા
ખર્ચનું પ્રમાણ વધતું જણાય. છતાં આનંદ-ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વત્તા તથા મનોબળમાં વધારો થાય. અણુઉર્જા, ઈલે‌ક્ટ્રોનિક્સ ,પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસું મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધન
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્રવર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઈલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રીશણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારું.

આ પણ વાંચો :-

Ration Card / રેશન કાર્ડ ધારકોની લાગી, ઓક્ટોબરથી મોદી સરકાર આપશે આ ખાસ સુવિધા

0

Lottery for Ration Card holders

  • જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશન લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે.

ખરેખર આ યોજના એપ્રિલ 2020 માં કોવિડ (covid) સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. બાદમાં માર્ચ 2022માં આ યોજનાને છ મહિના માટે સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે ચર્ચા છે કે સરકાર આ યોજનામાં ફરી એકવાર વધારો કરશે કે કેમ?

સરકારની આ યોજનાની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે તેની સાથે 80 કરોડ લોકો સીધા જોડાયેલા છે. મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે ફરી એકવાર મફત રાશન વિતરણની આ સૌથી મોટી યોજનાને છ મહિના (માર્ચ 2023 સુધી) લંબાવવાનું મન બનાવી લીધું છે. કેન્દ્રીય ખાદ્ય વિભાગના સચિવે પણ આનો સંકેત આપ્યો છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અત્યાર સુધીમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો :

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિશ્વની સૌથી મોટી ખાદ્ય યોજના છે. આ માટે સરકાર પાસે અનાજનો પૂરતો સ્ટોક છે. સરકાર દ્વારા આ માટે સ્ટોકની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ યોજના પર અત્યાર સુધીમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ યોજનામાં વધારો કરવાથી રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે.

યોજના હેઠળ લાભો 

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ દેશના તમામ ગરીબ રેશનકાર્ડ ધારક પરિવારોને વ્યક્તિ દીઠ 5 કિલો રાશન આપવામાં આવે છે. શરૂઆતમાં યોજના હેઠળ, પરિવારને એક કિલોગ્રામ ચણાની દાળ અને આવશ્યક મસાલાની એક કીટ આપવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર રેશનકાર્ડ ધારકો માટે હતી. બાદમાં તે ગરીબ પરિવારોને પણ તેમાં ઉમેરવામાં આવ્યા જેમની પાસે રેશનકાર્ડ નહોતા.

આ પણ વાંચો :-

રમતો રમતો જાય…! વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ મંત્રી સાથે ગરબે ઘૂમ્યા કોંગી ધારાસભ્ય

0

Games go games…! Before the

  • સૌરાષ્ટ્રની બેઠક વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભાજપના પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમ્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક કોંગી ધારાસભ્ય ભાજપ સાથે જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ અટકળો વચ્ચે વિસાવદર શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં હર્ષદ રીબડીયા (Harshad Ribdia) ભાજપ નેતા સાથે મન મૂકીને ગરબા ઘુમતા જોવા મળ્યા હતા. ભાજપ નેતા કનુ ભાલાળા (Kanu Bhalala) અને કોંગ્રેસના નેતા હર્ષદ રીબડીયા એક સાથે ગરબા રમતાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે માતાજીના ગરબા રમવામાં ક્યારેય રાજકારણ વચ્ચે આવતું નથી. પરંતુ હાલ ચૂંટણી ટાણે ભાજપ કોંગ્રેસ નેતા સાથે ગરબે રમ્યા હોવાનો વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. સૌરાષ્ટ્રની બેઠક વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભાજપના પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમ્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિસાવદર શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં હર્ષદ રીબડીયા ભાજપ નેતા સાથે મન મૂકીને ગરબા ઘુમતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખીય છે કે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક કોંગી ધારાસભ્ય ભાજપ સાથે જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ અટકળો વચ્ચે કોગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો પહેલા નોરતે ભાજપ નેતા સાથે ગરબે રમતાનો વિડીઓ સામે આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટથી ચૂંટણી લડે તેવો દાવો, સૌરાષ્ટ્રમાં મોટો ખેલ પાડી શકે છે ભાજપ

0

Claiming that CM Bhupendra Patel

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને કબજે કરવા માટે ભાજપ નવો દાવ અજમાવી શકે છે.

ભાજપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Chief Minister Bhupendra Patel) સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ પશ્વિમ સીટ (Rajkot West Seat) પર ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી કરી શકે તેવી સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે.

રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ :

તમને જણાવી દઇએ કે હાલમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે. ત્યારે રાજકોટ પશ્વિમ સીટ પર હાલમાં ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે.

વજુભાઈની રાહ પર વિજયભાઈ ?

નોંધનીય છે કે જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ રાજકોટની પોતાની સીટ છોડી હતી. હવે સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સીટ છોડી શકે છે.

વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની સોંપાઇ છે જવાબદારી :

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત મળી રહ્યાં છે. નોંધનીય છે કે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :-

EMI વાળા Marriage : અમેરિકામાં મોંઘવારીના કારણે EMI પર થઈ રહ્યા છે લગ્ન, વિચારમાં પડી બેંકો

Marriage with EMI : Due to inflation in

  • અમેરિકામાં મોંઘવારી વધતાં EMI પર થઈ રહ્યા છે લગ્ન, 15 હજાર લગ્નઈચ્છુક જોડીઓ પર થયેલા સર્વેમાં સામે આવ્યું તારણ. વેડિંગ ગાઉનથી લઈને મેકઅપ સુધીનો તમામ ખર્ચ લોકો હવે EMIમાં ચૂકવવામાં આવી રહ્યો છે. જેના માટે કંપનીઓ સ્કીમ ચલાવી રહી છે.

વ્યાજે પૈસા (Money at interest) લઈને કે લોન લઈને પુત્રીઓના લગ્ન (Marriage of daughters) કરાવવાની વાત આપણા માટે નવી નથી. પરંતુ હવે આ ચલણ ભારતથી સાત સમદંર પાર એવા અમેરિકામાં (America) પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હવે લગ્ન EMI પર થઈ રહ્યા છે. જેમ-જેમ અમેરિકામાં મોંઘવારી (inflation) દર વધી રહ્યો છે તેમ તેમ વ્યાજનો સિલસિલો પણ વધતો જઈ રહ્યો છે.

એવામાં જોડીઓ EMI પર લગ્ન કરી રહ્યા છે. તેના માટે અનેક કંપનીઓ ખુલી ગઈ છે. આ કંપનીઓ દુલ્હનના ડ્રેસથી લઈને દુલ્હાના શૂટ અને બેન્ડવાજાથી લઈને રિસેપ્શન સુધીનો તમામ ખર્ચ ઉઠાવી રહી છે. આ એક પ્રકારની વેડિંગ ક્રેડિટ ઓફર છે. જે અમેરિકામાં અનેક કંપનીઓ લઈને આવી છે.

EMIથી પેમેન્ટ કરી શકો છો :

લગ્નનું બધું પેમેન્ટ તમે EMIથી પણ કરી શકો છો. જે પ્રમાણે આફ્ટર પે અને ક્લારા જેવી અનેક કંપનીઓ કપડાં અને ઘરનો સામાન ખરીદવા માટે બાય નાઉ, પે લેટરની ઓફર આપી રહી છે. જે જ પ્રમાણે મારુ જેવી કંપનીઓ લગ્ન માટે બાય નાઉ, પે લેટરની ઓફર લઈને આવી છે. તેમણે લગ્નના બિઝનેસ સાથે જોડાયેલ વેન્ડરો સાથે સમજૂતી કરી રાખી છે. પછી ભલે ફોટોગ્રાફર હોય, વીડિયોગ્રાફર હોય કે પછી મેકઅપ આર્ટિસ્ટ. લગ્નની તમામ તૈયારીઓ આ જ કંપની કરી આપે છે. અને તેના માટે તમારે એકસાથે પૈસા પણ ચૂકવવાના નથી.

15,000 લગ્ન પર સરેરાશ 22 લાખ રૂપિયા ખર્ચ :

વેડિંગ પ્લાનિંગ અને રજિસ્ટ્રી વેબસાઈટના 15,000 લગ્ન પર કરવામાં આવેલા સર્વેમાં આ ખર્ચ સરેરાશ 22 લાખ રૂપિયા જણાવવામાં આવ્યો છે. આવા સમયે અમેરિકામાં લોકો માટે ભાડું આપવાની પણ મોટી મુશ્કેલી છે. લોકોએ કિચનની જરૂરિયાત પણ સીમીત કરી દીધી છે. તમામ નાની દુકાનો બંધ થઈ ગઈ છે. મોટા શહેર છોડીને લોકો નાના શહેરમાં કે ગામડામાં રહેવા જવા લાગ્યા છે. લાખો લોકો અમેરિકા છોડીને મેક્સિકો ચાલ્યા ગયા છે. એવામાં લગ્નનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

અમેરિકામાં મોંઘવારીએ માઝા મૂકી :

1. યૂએસ સેન્ટ્રલ બેંકના અનુમાનથી મોંઘવારી દર ત્રણ ગણો વધારે

2. મે 2020થી અમેરિકામાં સતત વધી રહ્યો છે મોંઘવારી દર

3. એક્સપર્ટ્સના કોરોનાના સમયમાં અમેરિકી સરકારના રાહત પેકેજને ગણાવી રહ્યા છે કારણ

4. જાપાનમાં પણ પ્રોડક્શન પ્રાઈઝ ઈન્ડેક્શન 40 વર્ષની ઉચ્ચતમ સપાટી પર પહોંચ્યો

કેવી રીતે કામ કરે છે અમેરિકામાં વેડિંગ ક્રેડિટ આપનારી કંપનીઓ :

લગ્નની તૈયારી કરી રહેલા લગ્ન ઈચ્છુક યુવક અને યુવતીના પરિવારને કંપની મળે છે. વેન્ડર કંપનીના પ્લેટફોર્મ પર બિલ જમા કરાવી દે છે. તેના પછી જોડી આ બિલને 3, 6 કે 12 મહિનાના EMIમાં પસંદ કરી શકે છે. અડધું પહેલાં અને અડધું પછું પણ કરી શકે છે. કંપની જોડીની આર્થિક પરિસ્થિતિ પણ ચેક કરે છે. જો જોડી પેમેન્ટ આપી શકે તેમ ન હોય તો કંપની પોતાના વેન્ડરને બિલનું પેમેન્ટ ઓછું કરવાનું કહે છે.

તેના પછી જોડીની રકમની ચૂકવણી તેના સંબંધીઓ કરે છે. જેમની ક્રેડિટ પર લોન આપવામાં આવી હોય. અત્યાર સુધી માત્ર EMI પર ઘરની વસ્તુઓ જ મળતી હતી. પરંતુ હવે લગ્ન પણ EMI પર થઈ રહ્યા છે. હાલ તો આ ચલણ માત્ર અમેરિકામાં છે. પરંતુ સતત વધી રહેલી મોંઘવારીના સમયમાં આ ચલણ આખી દુનિયામાં ફેલાઈ જાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો :-