રાતે હાઈકમાન્ડનો આદેશ આવ્યો અને હસતાં મોઢે…: CM પદ પરથી રાજીનામાં અંગે પહેલીવાર રૂપાણીએ કર્યો ખુલાસો

Share this story

High Command’s order came

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને CM પદ છોડ્યાને એક વર્ષ બાદ મુખ્યમંત્રી પદ છોડવા મુદ્દે વિજય રૂપાણીએ કર્યો મોટો ખુલાસો.

વિજય રૂપાણીએ (Vijay Rupani) પોતાના CM પદ પરથી રાજીનામું આપવા અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, ‘રાતે હાઈકમાન્ડે રાજીનામું (High Command Resignation) આપવા મને આદેશ આપ્યો હતો. આથી મે સવારે રાજ્યપાલને (Governor) રાજીનામું આપ્યું હતું. જો કે,પાર્ટીએ મને રાજીનામું આપવાનું કારણ નથી કહ્યું. મે પણ પાર્ટી પાસે રાજીનામું લેવાનું કારણ નથી પૂછ્યું. મે હંમેશા પાર્ટી માટે કામ કર્યું છે.

પાર્ટીએ કહ્યું ત્યારે CM બન્યો અને પાર્ટીએ કહ્યું ત્યારે પદ છોડ્યું. મે હસતા મોઢે રાજીનામું આપ્યું હતું.’ ઉલ્લેખનીય છે કે, તારીખ 11 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના CM પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, ‘જો મે કારણ પૂછ્યું હોત તો મને વિશ્વાસ છે કે હાઇકમાન્ડે મને કારણ કીધું હોત.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

પરંતુ હું હંમેશા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને મુખ્યમંત્રી બનવાનો આદેશ આપ્યો હતો ત્યારે હું CM બની ગયો. જ્યારે પાર્ટીએ મને કહ્યું કે, તેઓ મારું પદ પરત લઇ રહ્યાં છે તો મે તેઓને હસતા મોઢે આ પ્રકારે કરવા જણાવ્યું.’

‘હસતા મોઢે મે રાજીનામું સોંપ્યું’ : વિજય રૂપાણી

તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘પોતાની પાર્ટી તરફથી આદેશ પ્રાપ્ત કર્યાના થોડા જ કલાકો બાદ તેઓએ કોઇ પણ પ્રકારના વિરોધ કે ગુસ્સા વગર 21 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. એક સારા કાર્યકર્તાના રૂપમાં હું ક્યારેય પણ પાર્ટી લાઇનની વિરૂદ્ધ નથી ગયો. મે મારું રાજીનામું હસતા ચહેરા સાથે સોંપ્યું હતું. નહીં કે ઉદાસ ચહેરા સાથે.’

આ પણ વાંચો :-