LPG અને CNGના ભાવમાં વધારો થશે કે ઘટાડો ? જાણો 1 ઓક્ટોબરથી થતા ભાવ ફેરફારની તમારા પર કેટલી થશે અસર

Share this story

Will the price of LPG and CNG increase

  •  દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી.

દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની (cooking gas) કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી.

પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની (Commercial cylinder) કિંમતમાં ચોક્ક્સપણે ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે તહેવારના સમયગાળાને જોતા સામાન્ય લોકો અને કોમર્શિયલ યૂઝરોને (Commercial users) આશા છે કે આ વખતે 1 ઓક્ટોબર 2022થી કિંમત ઓછી થશે.

સપ્ટેમ્બર મહિનામાં ઓછી થઈ હતી કિંમત :

એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો સપ્ટેમ્બર મહિનામાં 100 રૂપિયા ઓછી થઈ ગઈ હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક સપ્ટેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા કરી દીધા હતા. ઈન્ડેનના સિલિન્ડર દિલ્હીમાં 91.50 રૂપિયા, કલકત્તામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં રાંધણ ગેસની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે રાંધણ ગેસ સિલિન્ડર 14 કિલોગ્રામના ભાવમાં કોઈ બદલાવ કરવામાં નહોતા આવ્યા.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ :

દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર 1976.50 રૂપિયાની જગ્યાએ 1,885 રૂપિયામાં મળશે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ઘટીને 1844 અને ચેન્નઈમાં 2045 રૂપિયા થઈ ગઈ છે. જો કે હવે લોકો અપેક્ષા છે કે સિલિન્ડરની કિંમતો એકવાર ફરીથી ઓછી થશે.

આ પણ વાંચો :-