Bravery of Rajputanis, Garba done by
- ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી.
ગુજરાતના ગરબા (Garba of Gujarat) એટલે કંઈ ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ (Ranjit Vilas Palace) ખાતે નવરાત્રિની (Navratri) ઉજવણી કરાઈ હતી. જેમાં રાજપૂતાણીઓનું (Rajputani) અદભૂત શૌર્ય જોવા મળ્યુ હતું. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ તેઓએ કરી બતાવ્યા હતા. મહિલાઓએ બાઈક પર તલવાર પકડીને રાસ કર્યો હતો.
રાજકોટના ભગીની ફાઉન્ડેશન દ્વારા આ અદભૂત આયોજન કરાયુ હતું. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા બાઈક પર તલવાર સમેણવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 100 બહેનોએ તલવાર સમેંણી કર્યા હતા.
આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો
ઉલ્લેખનીય છે કે રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી દ્વારા દર વર્ષે નવરાત્રિમાં આ તલવાર રાસનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહે છે. આ ગરબામાં નવરાત્રિમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર સમેણવામાં આવી હતી.
આ પ્રસંગે મહારાણી કાદંબરી દેવીએ કહ્યું કે રાજપૂત સમાજની સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે અમે દર વર્ષે આ કાર્યક્રમ યોજીએ છીએ. પરંપરા ધીરે ધીરે હવે લુપ્ત થતી જાય છે. આધુનિક યુગમા પણ હિન્દુ સંસ્કૃતિની જાળવી રાખવી જરૂરી છે. તમામ મહિલાઓ સક્ષમ છે અને વર્ષોથી આ કામ કરે છે. તેમનાથી અન્ય મહિલાઓને પ્રેરણા મળે છે.
આ પણ વાંચો :-