એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે

Share this story

Withdrawing money from ATMs

  • ઓનલાઈન પેમેન્ટ એટલે કે યુપીઆઈ તો ફ્રી છે પરંતુ એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે. પૈસા કાઢવાની નિર્ધારિત મર્યાદા બાદ થનારા દરેક ટ્રાન્ઝેક્શન માટે બેંક તમારી પાસે પહેલા કરતા વધુ ચાર્જ વસૂલ કરશે.

ઓનલાઈન પેમેન્ટ (Online payment) એટલે કે યુપીઆઈ તો ફ્રી છે પરંતુ એટીએમથી પૈસા કાઢવા પર હવે પહેલા કરતા વધુ ચાર્જ આપવો પડશે. પૈસા કાઢવાની નિર્ધારિત મર્યાદા બાદ થનારા દરેક ટ્રાન્ઝેક્શન (transaction) માટે બેંક તમારી પાસે પહેલા કરતા વધુ ચાર્જ વસૂલ કરશે. દેશભરની તમામ મોટી સરકારી અને પ્રાઈવેટ બેંકે એટીએમમાંથી (Atm) કેશ વિથડ્રોઅલ અંગે નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક પૈસા કાઢવાના નામ પર હવે 15થી 25 રૂપિયા સુધી વસૂલી રહ્યા છે. આ ચાર્જથી તમે કેવી રીતે છૂટકારો મેળવી શકો? સૌથી પહેલા તો બેંકના આ નવા નિયમો વિશે જાણો.

SBI ATM Charge  :

જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડ યૂઝ કરો છો તો અહીં મફત લેવડદેવડની સંખ્યા 3 સુધી મર્યાદિત છે. મફત મર્યાદા સુધીમાં વપરાશ કરવાથી બેંક ચાર્જ નથી કરતી પરંતુ મર્યાદા પૂરી થતા દરેક કેશ ઉપાડ પર 10 રૂપિયા ચાર્જ લાગે છે. જો તમે બીજી બેંકના એટીએમથી કેશ ઉપાડ કરો તો SBI પ્રતિ લેવડદેવડ 20 રૂપિયા વસૂલે છે. આ ઉપરાંત ગ્રાહક પાસેથી જીએસટી પણ વસૂલવામાં આવે છે.

PNB ATM Charge  :

જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડ વાપરતા હોવ તો અહીં મફત લેવડદેવડની સંખ્યા 5 સુધી સિમિત છે. મફત મર્યાદા કરતા વધુ યૂઝ કરો તો બેંક દરેક કેશ ઉપાડ પર 10 રૂપિયા ચાર્જ કરે છે. જો તમે બીજી બેંકના એટીએમનો કેશ ઉપાડવા માટે ઉપયોગ કરો તો મેટ્રો સિટીમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને બિન મેટ્રો સિટીમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનનો નિયમ છે.

પ્રતિ ટ્રાન્ઝેક્શનની રકમ :

અત્રે જણાવવાનું કે બેંકના એટીએમથી છ મેટ્રો શહેરોમાં પહેલા 3 ટ્રાન્ઝેક્શન બિલકુલ મફત હોય છે. આ છ શહેરોમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદનો સમાવેશ થાય છે. જેમાં ફાઈનાન્શિયલ અને નોન ફાઈનાન્શિયલ એમ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન સામેલ છે. જ્યારે બિન મેટ્રો શહેરોમાં 5 વાર સુધી એટીએમમાંથી પૈસા કાઢી શકાય છે.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

નિર્ધારિત મર્યાદા બાદ મેટ્રો શહેરોમાં ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 8.50 રૂપિયા નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન તરીકે આપવા પડતા હતા. જેને વધારીને હવે 21 રૂપિયા કરી દેવાયા છે. એટીએમ મશીન લગાવવાના અને તેની દેખરેખ સંલગ્ન ખર્ચ વધવાના કારણે ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય લેવાયો છે.

આ રીતે બચી શકશો ચાર્જથી :

જો આ ચાર્જની ઝંઝટથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો તમે ICICI બેંકના વેલ્થ એકાઉન્ટને યૂઝ કરી શકો છો. કારણ કે આ ખાતામાં તમારે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી પણ નહીં આપવી પડે અને જો તમે ICICI બેંકના એટીએમમાંથી પૈસા કાઢશો તો તમારી પાસેથી એક રૂપિયો પણ ચાર્જ વસૂલાશે નહીં. જો કે તમે બીજી બેંકના એટીએમમાંથી પૈસા કાઢશો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો :-