Home Blog Page 1235

મૂંછો હોય તો મગન કાકા જેવી, અપક્ષ ઉમેદવાર વોટ માંગવા નીકળે તો લોકો તેમની મૂંછ સાથે રમે છે

0

If a moustache, like Magan kaka

  • હિંમતનગર બેઠકથી ગુજરાત વિધાનસભા માટે અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ આર્મીમેન મગનભાઈ સોલંકી તેમની લાંબી મૂંછને કારણે ચર્ચામાં રહે છે.

સાબરકાંઠા (Sabarkantha) વિધાનસભાની બેઠકનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની અઢી ફુટ લાંબી મૂંછોને કારણે ચર્ચામાં આવ્યા છે. લાંબી મૂંછોને લઈને નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઈ સોલંકી (Retired Army Captain Maganbhai Solanki) આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સૈન્યમાં કેપ્ટન પદેથી (Captain) નિવૃત્ત થયેલા મગનભાઈ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે.

મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે. તેઓ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. તેમજ 2019 ની લોકસભાની ચૂંટણીમા પણ તેઓ ઉભા રહ્યા હતા.

મગનભાઈ સોલંકી જ્યાં પણ જાય છે ત્યાં લોકો સૌથી પહેલા તેમની મુંછો પર જ નજર ફેરવે છે. આ વિશે તેઓ કહે છે કે લોકો મારી મુંછ જોઈને આકર્ષિત થાય છે. હું પ્રચારમાં જઉ તો બાળકો મારી મુંછોને અડીને જુએ છે.

મગનભાઇ અને તેમના પત્ની દરરોજ મગન ભાઇની મુંછોની કાળજી રાખવામાં સવારે એક કલાકનો સમય ખર્ચે છે આ માટે સવારે મુંછોને શેમ્પુથી ધોઇને ખાસ પ્રકારના તેલથી માલિશ કરે છે. અને માલિશ કર્યા બાદ લાંબી મુંછોને ગોળ વાળીને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો એક ફૌજીને શોભે તેવો ભરાવદાર દેખાઇ આવે છે. મગનભાઇ આમ તો 19 વર્ષની ઉંમરથી જ પોતાની મુંછોની પર સાર સંભાળ લેવાની શરૂઆત કરી હતી અને મુંછોને ક્યારેય જીવનમાં કાતરને અડવા દીધી નથી.

આમ કરતા કરતા આજે તેમની મુંછો અઢી ફુટ જેટલી લાંબી થઈ ચુકી છે. ફૌજમાં હતા ત્યારે મુંછોને લઈને ફૌજમાં પણ તેઓ અન્ય જવાનોથી અલગ તરી આવતા હતા. અને તેમને ફૌજમાં પણ તેમને મુંછોની માવજત કરવા અને તેને સારવારને લઇને ઇનામો પણ મળતા હતા. ત્યાર બાદ 28 વર્ષ સેવા આપી હતી અને હવે નિવૃત્ત થઇને પોતાની સિક્યુરિટી સંસ્થા ઉભી કરી છે.

મગનભાઈ સોલંકીની મૂંછો બંને તરફ અઢી અઢી ફૂટ એટલે કે પાંચ ફૂટ લાંબી છે. તેઓ 18 વર્ષના થયા ત્યારથી માંડીને આજ દિન સુધી તેમને કદી મૂછો કપાવી જ નથી. તેઓ મુછથી ખુબ જ પ્રચલિત બન્યા છે.

પણ આ પહેલા તેઓ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફીસર તરીકે નોકરી મેળવવા જતા જ તેમની મુંછોએ પણ તેમને ખાસ આકર્ષણ ઉભુ કરતા સરળતાથી નોકરી મળી જતી હતી. મગનભાઇના પત્ની મંજુલાબેન પણ પત્નીની મુંછો માટે દરરોજ વિશેષ કાળજી લેવા માટે મદદ કરે છે.

આમ તો આટલી લાંબી મુંછોએ આકર્ષણનું કેન્દ્ર છે. અને આકર્ષણનો લાભ લઇને હવે મગનભાઇએ અપક્ષ ઉમેદવારીમાં ફોર્મ તો ફરી દીધુ છે. પણ તેઓ ખાસ પ્રચાર કરતા નજરે નથી ચઢતા પણ આકર્ષણ જરૂર વર્તાઈ રહ્યુ છે.

આ પણ વાંચો :-

IPL 2023ના ઓક્શનને લઈને સૌથી મોટા સમાચાર : નોટ કરી લો તારીખ, 991 ખેલાડી હશે કતારમાં ! 

0

The biggest news regarding IPL 2023 auction

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ જાણકારી આપી કે, ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી IPLમાં રમવા માટે હરાજીમાં ભાગ લેશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023 નું બ્યુગલ વાગી ગયું છે. આ વખતે 714 ભારતીયો સહિત કુલ 991 ક્રિકેટરોએ 23 ડિસેમ્બરે કોચીમાં યોજાનારી મીની હરાજી (Mini Auction) માટે નોંધણી કરાવી છે. ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી IPLમાં રમવા માટે હરાજીમાં ભાગ લેશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ જાણકારી આપી છે. આ નિવેદનમાં સેક્રેટરી જય શાહે (Secretary Jay Shah) જણાવ્યું છે કે આ વખતે મિની ઓક્શનમાં 87 ખેલાડીઓ બોલી લગાવી શકે છે. જેમાંથી વિદેશી ખેલાડીઓની (Foreign Player) સંખ્યા 30 હશે.

શું કહ્યું BCCI સેક્રેટરી જય શાહે ?

BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં કહ્યું જો ફ્રેન્ચાઈઝીઓને (Franchise) આગામી સિઝનમાં તેમની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવે તો મિની ઓક્શનમાં કુલ 87 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. જેમાં 30 વિદેશી ખેલાડીઓ સામેલ થશે. અત્યાર સુધી દરેક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓને જ મંજૂરી છે. તેમાં વધુમાં વધુ 8 વિદેશી રહી શકશે.

વિગતો મુજબ આ મિની ઓક્શનમાં 277 વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. આ તમામ ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 57 ક્રિકેટરો સામેલ થશે. આ પછી દક્ષિણ આફ્રિકાના 52 ખેલાડીઓ હશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના 33, ઈંગ્લેન્ડના 31, ન્યુઝીલેન્ડના 27, શ્રીલંકાના 23, અફઘાનિસ્તાનના 14, આયર્લેન્ડના 8, નેધરલેન્ડના 7, બાંગ્લાદેશના 6, યુએઈના 6, ઝિમ્બાબ્વેના 6, નામીબિયાના 5 અને 2 ખેલાડીઓ સામેલ છે. સ્કોટલેન્ડથી. સમાવેશ થાય છે.

આ હરાજીમાં 786 અનકેપ્ડ ખેલાડીઓ હશે :

મિની હરાજીમાં સામેલ કુલ ખેલાડીઓમાંથી 185 કેપ્ડ (રાષ્ટ્રીય ટીમમાં રમ્યા હોય) અને 786 અનકેપ્ડ ખેલાડીઓ હશે. જ્યારે એસોસિયેટ દેશોના 20 ખેલાડીઓ છે. આ યાદીમાં 604 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ છે. જેમાંથી 91 પહેલા IPLનો ભાગ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે સનરાઈઝર્સ હૈદરાબાદે તેમના કેપ્ટન કેન વિલિયમસન અને નિકોલસ પૂરનને રિલીઝ કર્યા છે. આ સાથે જેસન હોલ્ડરને લખનૌ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.

તેની પાછળનું કારણ ખરાબ પ્રદર્શન તેમજ આ ખેલાડીઓની કિંમત હતી. વિલિયમસન અને પુરનની રિલીઝને કારણે સનરાઈઝર્સને તેમના પર્સમાં 24.75 કરોડ રૂપિયા મળ્યા. હવે જો જોવામાં આવે તો સનરાઈઝર્સ હૈદરાબાદના પર્સમાં સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો :-

PNB-ICICI અને Bank of Indiaના ગ્રાહકોને લાગશે મોટો ઝટકો ! લીધો એવો નિર્ણય કે વધશે લોકોના ખિસ્સા પરનો બોજ

0

PNB-ICICI and Bank of India

  • પંજાબ નેશનલ બેંક, ICICI બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ તેમના માર્જિનલ કોસ્ટ ઓફ ફડસ લેન્ડિંગ બેઝડ રેટ (MCLR)માં વધારો કર્યો છે અને આ નવા દરો 1 ડિસેમ્બર, 2022થી અમલમાં આવી ગયા છે.

બેંકોના આ પગલા બાદ લોન મોંઘી થશે અને EMIમાં પણ વધારો થશે. MCLRમાં કરવામાં આવેલ આ વધારો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI પર સીધી અસર કરશે.

થવા જઈ રહી છે MPC ની બેઠક :

છેલ્લી વખત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર મહિનામાં રેપો રેટમાં વધારો કર્યો હતો એનએ હવે રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આવતા અઠવાડિયે 5 ડિસેમ્બરથી ફરી એકવાર મળવા જઈ રહી છે. જણાવી દઈએ કે મીટીંગ શરૂ થાય તે પહેલા જ બેંકોએ તેમની લોન મોંઘી કરવાની શરુ કરી દીધી છે.

ICICI બેંકે કેટલો વધારો કર્યો?

ICICI બેંકની વેબસાઈટ અનુસાર, એક મહિનાની લોન માટે MCLR દર 8.05 ટકાથી વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો 8.20 ટકા અને  છ મહિનાનો MCLR 8.35 ટકા કરવામાં આવ્યો છે. સાથે જ એક વર્ષનો MCLR વધારીને 8.40 ટકા કરવામાં આવ્યો જે પહેલા 8.30 ટકા હતો.

PNBએ આટલો વધાર્યો MCLR :

PNBએ એક વર્ષની લોન માટે MCLR 8.05% થી વધારીને 8.10% અને છ મહિના માટે MCLR 7.75% થી વધારીને 7.80% કર્યો છે. જણાવી દઈએ કે ઓવરનાઇટ MCLR 7.40 ટકાથી વધીને 7.45 ટકા થઈ ગયો છે. મહિના માટે MCLR 7.45 ટકાથી વધારીને 7.50 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાનો MCLR 7.55 ટકાથી વધારીને 7.60 ટકા કરવામાં આવ્યો છે.

બેંક ઓફ ઈન્ડિયાએ કર્યો મોટો વધારો :

બેંક ઓફ ઈન્ડિયાએ તમામ મુદત માટે MCLRમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જણાવી દઈએ કે બેંક ઓફ ઈન્ડિયાનો એક વર્ષનો MCLR હવે 8.15 ટકા થઈ ગયો જે પહેલા 7.95 ટકા હતો. છ મહિનાનો MCLR 7.65% થી વધીને 7.90% થયો છે. ત્રણ મહિનાનો MCLR 7.45 ટકાથી વધીને 7.70 ટકા થયો છે.

MCLR શું છે?

કોઈપણ બેંકના MCLRમાં વધારાથી કાર, પર્સનલ અને હોમ લોન મોંઘી થઈ જાય છે સાથે જ MCLRમાં વધારો તમારી લોનની EMI વધારે છે. MCLRમાં વધારો નવા લોન લેનારાઓ માટે સારો નથી ગણવામાં આવતો. તેમાં વધારાથી લોન વધુ મોંઘી મળશે. હાલના ગ્રાહકો માટે લોન રીસેટની તારીખ આવશે ત્યારે લોન EMI વધી જશે. ટૂંકમાં MCLR એ ન્યૂનતમ દર છે જેના પર બેંકો ગ્રાહકોને લોન આપે છે.

આ પણ વાંચો :-

 

વંદે ભારત ટ્રેનનો પાંચમો અકસ્માત નડ્યો, પશુની ટક્કરથી આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો

0

Vande Bharat train’s fifth accident

  • થોડા સમય પહેલા જ પીએમ મોદી દ્વારા લીલીઝંડી બતાવીને દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેન સતત અકસ્માતોનો સામનો કરી રહી છે. ત્યારે હવે પાંચ અકસ્માત થઈ ગયા છે.

પીએમ મોદી (PM Modi) દ્વારા હોંશભેર શરૂ કરાયેલી વંદે ભારત (Vande India) ટ્રેનને ગ્રહણ લાગ્યું છે. વંદે ભારત ટ્રેનના અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હવે પાંચમીવાર વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. વાપી (Vapi) અને સંજાણની વચ્ચે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનની વચ્ચે પશુ આવી જતા મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ પાસે થોભાવી હતી. જેથી ટ્રેન થોડી વાર રોકી દેવાઈ હતી. જેના બાદ સામાન્ય મરામત કરીને ટ્રેન રવાના કરાઈ હતી.

વંદે ભારત ટ્રેનને આ પહેલા ચાર અકસ્માત નડ્યા હતા. જ્યારે હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે. આ સાથે હવે વંદે ભારત ટ્રેનના અકસ્માતના બનાવો 5 થયા છે. દરેક વખતે વંદે ભારત ટ્રેનને પશુઓ અડફેટે આવ્યા છે. જે બતાવે છે કે ગુજરાતમાં રખડતા ઢોર કેટલા બેકાબૂ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું.

તો તેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદે ભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે. તો ત્રીજા અકસ્માતમાં વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન થયું હતું.

આ પણ વાંચો :-

ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કીર્તિદાન ગઢવી ID પ્રુફ વગર વોટ આપવા પહોંચ્યા, પોણો કલાક અટવાયા

0

Election brand ambassador Kirtidan Gadhvi

  • ડાયરા ગજવતા કિર્તીદાનને મત આપ્યા વગર જ પરત જવુ પડયું. માન્ય દસ્તાવેજ વગર મતદાન કરવા પહોંચેલા કિર્તીદાન મત ન આપી શક્યા. ડિજીટલ દસ્તાવેજ લઈને આવ્યા હોવાથી ચૂંટણી અધિકારીએ પાછા મોકલ્યા.

ડાયરાની દેશવિદેશ ફેમસ થયેલા ગાયક કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhavi) ભારે ઉત્સાહ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા. પરંતું તેઓને લગભગ પોણો કલાક રાહ જોવી પડી હતી. માન્ય પુરાવા વગર વોટ કરવા જતાં કીર્તિદાન અટવાયા હતા.

જેથી તેમને વોટ કરવા દેવાયા ન હતા. આખરે તેઓએ ઝેરોક્ષ (Xerox) પર સહી કરીને પુરાવો આપતા તેને માન્ય ગણાયા હતા અને તેમને અંતે વોટ કરવા મળ્યો હતો. કીર્તિદાન ગઢવી ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે ખુદ તેઓ જ ચૂંટણીના નિયમો ભૂલી ગયા હતા અને ડિજીટલ ડોક્યુમેન્ટ્સના (Digital documents) આધારે વોટ આપવા પહોંચ્યા હતા.

ચૂંટણીમાં મતદાનના નિયમો હોય છે. જરૂરી પુરાવાના આધારે જ વ્યક્તિને મતાધિકારનો ઉપયોગ કરવા મળે છે. પરંતુ ફેમસ લોકગાયક કીર્તિદાન ગઢવી પુરાવાની હાર્ડ કોપી લીધા વગર ડિજીટલ કોપીના આધારે વોટ કરવા પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં માધાપુર તાલુકા શાળામાં મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓએ મતદાર ઓફિસરે મોબાઈલમાં ડોક્યુમેન્ટ બતાવ્યા હતા.

ત્યારે અધિકારીએ કીર્તિદાનને કહ્યું કે આધાર કાર્ડ લઈને આવો. કીર્તિદાન આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ વગર વોટ કરવા પહોંચ્યા હતા. ડાયરા ગજવતા કીર્તિદાન ગઢવી પોતે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં મતદાનના નિયમોથી અજાણ જોવા મળ્યાં. કીર્તિદાન જરૂરી ડોક્યુમેન્ટ વગર જ મતદાન કરવા પહોંચ્યા હતા.

જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી ચૂંટણી પ્રચાર બ્રાન્ડ એમ્બેસેડર જ મતદાન કરવામાં અટવાયા હતા. જેને કારણે તેઓ લગભગ પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા. તેના બાદ તેઓએ ઝેરોક્ષ કોપી પર સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જેના બાદ તેમને મતદાન કરવા મળ્યુ હતું.

મતદાન કરતા અટકાવતાં ગુજરાતના આ ફેમસ લોકગાયકે ડિજિટલ ઈન્ડિયા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હકીકત તો એ છે કે ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં પણ તેઓે ચૂંટણીના નિયમોથી અજાણ હતા. તેમજ એવુ તો નથી કે આ કીર્તિદાન ગઢવીના જીવનનું પહેલુ મતદાન છે. જેથી તેઓને નિયમોની ખબર નહિ હોય.

છતાં તેઓ પુરાવા વગર મતદાન આપવા પહોંચ્યા હતા અને ચૂંટણીના નિયમો પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે કે ચૂંટણી પંચ દ્વારા વારંવાર મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમો ચલાવાતા હોય છે.

આ પણ વાંચો :-

ચૂંટણીમાં ઓછું મતદાન ભાજપ શાસન સામેની હતાશાનું કારણ કહી શકાય

Low voter turnout in elections can

  • મોંઘવારી, બેકારી, બેરોજગાર, વેપાર, ઉદ્યોગમાં અનિશ્ચિતતા અને ઉપરથી કાયદાની નાકાબંધીથી લોકો ત્રાસી ગયા છે, પરંતુ વિકલ્પ મળતો નથી.
  • ભાજપ અને આપનો પ્રચાર જોતાં આ વખતે જબરજસ્ત મતદાન થવાની આશા હતી, પરંતુ ‘આપ’વાળા પણ ગાજ્યા એટલા વરસી શક્યા નહીં, ટોળાં ભેગા કરવા અને ટોળાંને મતદાનમાં રૂપાંતર કરવા વચ્ચે ખૂબ મોટો તફાવત છે.
  • દેશમાં રોડ-રસ્તા બન્યા, સરકારી અને ભાજપની ઈમારતો બની પરંતુ સામાન્ય જીવનમાં આર્થિકક્ષેત્રે કેટલો બદલાવ આવ્યો એ મહત્ત્વનું છે, આવાસ બાંધી આપવાથી ગરીબી દૂર થઈ જતી નથી પરંતુ આવાસમાં રહીને પરિવારનું ભરણપોષણ માટે રોજગાર પણ જરૂરી છે.
  • દેશ અને રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિથી વડાપ્રધાન વાકેફ નથી અથવા તો જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યાં છે, ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીનું પરિણામ ભાજપનું નવું ભાવિ નક્કી કરશે.

ખાસ કરીને સુરતમાં ‘આપ’નાં મોટાભા કેજરીવાલ (Kejriwal) સહિત યુવાઓનાં ટોળાંએ મતદાન પહેલા ગાઈ વગાડીને વગાડેલા ઢોલ મતદાનનાં દિવસે ગાજ્યા એટલા વરસ્યા નહોતા, સુરતનાં વરાછા, કતારગામ (Katargam), ઓલપાડ અને કામરેજ બેઠક માટે મતદાનનાં (Voting) આગલા દિવસ સુધી ભાજપ માટે આફતના વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. પરંતુ મતદાનનાં એટલે કે ૧લી ડિસેમ્બરનાં દિવસે અચાનક ‘આમ આદમી પાર્ટી’નો (Aam Aadmi Party) નશો જાણે ઓસરી ગયો હોય એવું લાગી રહ્યું હતું.

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ અને તોફાની ગણાતા ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) કતારગામ બેઠક ઉપર ભાજપનાં વર્તમાન મંત્રી વિનુ મોરડિયા (Vinu Mordia) સામે જંગે મેદાનમાં હતા. ભાજપનાં સુપ્રીમો અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સતત ત્રણ દિવસ સુરતમાં પડાવ નાંખ્યો હતો અને કતારગામ તથા વરાછા વિસ્તારમાં ભારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સોશ્યિલ મીડિયામાં ‘આપ’નો પ્રચાર જોતા એવું લાગતું હતું કે, મતદાનનાં દિવસે ‘આપ’નાં જુવાનિયાઓનાં ટોળા નીકળી પડશે.

પરંતુ આમાનું કંઈ જ થવા પામ્યુ નહોતું. બલ્કે આ બેઠકો ઉપરનાં મતદાનમાં ગત ચૂંટણી કરતાં સરેરાશ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પાંચ ટકા ઓછું મતદાન થવા પાછળ લોકોની ઉદાસીનતા ચોક્કસ કારણભૂત ગણી શકાય. મોંઘવારી, બેકારી, આરાજકતાથી લોકો એટલી હદે ત્રાસી ગયા છે કે, લોકોને હવે દરેક પક્ષમાં એકનાં એક ચહેરા દેખાઈ રહ્યાં છે. લોકો આવી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા તરફડી રહ્યાં છે. પરંતુ ક્યાંય પણ આશાનું કિરણ દેખાતુ નથી. લોકોનો હવે ભાજપ પ્રત્યેનો ‘મોહભંગ’ જરૂર થયો છે. પરંતુ ભાજપને ઉથલાવી શકે એવો કોઈ મજબૂત વિકલ્પ દેખાતો નથી. પાછલાં ૨૭ વર્ષથી ગુજરાતમાં અને આઠ વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકારનું રાજ છે.

દેશની માળખાગત સુવિધાઓમાં ચોક્કસ વધારો થયો હશે. પરંતુ વ્યક્તિગત રીતે જોવા જઈએ તો લગભગ દરેક વ્યક્તિ જાત જાતની સમસ્યાથી વાજ આવી ગયો છે. સાંજનાં છેડે ઘર પરિવારનું પેટ ભરી શકાય એટલી કમાણી થતી નથી. લોકોને કામ કરવું  છે, પરંતુ કામ નથી. ઘણાં પરિવારોનાં ચુલા પણ કદાચ એક જ ટાઈમ સળગતા હશે. સેંકડો બાળકોની પ્રાથમિક જરૂરિયાતો પણ છીનવાઈ ગઈ હશે. અનેક પરિવારો વ્યાજનાં ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. આવા એક નહીં અનેક પ્રશ્નોથી સામાન્ય નાગરિકનું જીવન દુષ્કર બની ગયું છે અને એટલે જ હવે લોકો ભાજપથી નહીં પરંતુ ભાજપનાં નિષ્ફળ શાસનથી કંટાળી ગયા છે.

આ બધાની વચ્ચે લોકો કોઈ નવા ચહેરાની શોધમાં છે. લોકોને એ પણ ખબર છે કે આ બધા જ ‘એક જ દરિયાના જીવ છે’. પરંતુ શાસનમાં કોઈક સારી વ્યક્તિ આવે તો બીજુ નહીં તો કંઈ નહીં સારી રીતે જીવી શકાય. બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ આપી શકાય અને સારી રોજગારી મેળવી શકાય. બસ, આનાથી વિશેષ કોઈ જ અપેક્ષા નથી. પરંતુ ભાજપની ટોચની નેતાગીરી ‘સુ-શાસન’ આપવામાં ચોક્કસ નિષ્ફળ નિવડી છે. સરકારો એ રીતે ચાલે છે કે, જાણે કોઈ પ્રાઈવેટ કંપની ચાલતી હોય.

ખરેખર તો આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા બીજા કોઈએ નહીં ખુદ વડાપ્રધાન મોદીએ નિરાંતે મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે, લોકોને ભાજપ ઉપર નહીં પરંતુ મોદી ઉપર ભરોસો છે અને એટલે જ મોદીનાં નામ ઉપર લોકો ભાજપને મત આપતા આવ્યા છે અને ભાજપને જીતાડવા માટે મોટા અમીરો નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનો ખુબ મોટો ફાળો રહ્યો છે. જો વડાપ્રધાન મોદી આ સત્યને ખરેખર સમજી શકતા હોય અને દિલ દિમાગથી વિચારી શકતા હોય તો ચોક્કસ સરકારી તંત્રમાં અસરો જોવા મળે. પરંતુ અનુભવે એવું ચોક્કસ કહી શકાય કે, લોકોનાં દર્દ, સમસ્યા અને વાસ્તવિક તકલીફ વડાપ્રધાન મોદીનાં દિલ અને દિમાગ સુધી પહોંચતી નહીં હોય.

અન્યથા વહિવટમાં સુધારો થયો હોત. રોડ, રસ્તા બન્યા, વીજળીનું વિસ્તરણ થયું, સરકારી ઓફિસો અને ખુદ ભાજપની કાર્યાલયો વૈભવી મહેલ જેવી બની. પરંતુ બીજી તરફ ગરીબોનાં માથેનું છાપરું રીપેર કરાવવાનાં પણ પૈસા નથી. ગરીબો માટે આવાસ બનાવ્યા, પરંતુ આવાસમાં પરિવાર સાથે સુખેથી જીવનનો ગુજારો કરવા માટે કમાણીનાં સાધનો નથી. કાશ, વડાપ્રધાન મોદીને આ વાત સમજાતી હોત તો ગરીબોને આવાસ આપતા પહેલાં રોજગારીનું પણ સર્જન કર્યું હોત. પરંતુ રોજગારીની દિશામાં કોઈ જ અસરકારક પગલાં ભરાયા નથી. બલ્કે લોકોને રોજગારી આપતા મધ્યમ અને લઘુકક્ષાનાં સેંકડો રોજગાર બંધ થઈ ગયા! વેપાર, ઉદ્યોગનાં લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સરકારે એટલી હદે ‘નાકાબંધી’ કરી છે કે, વેપાર, ધંધા કરનારાઓની હાલત ગુનેગાર જેવી છે. વેપારીઓ, ઉદ્યોગકારો પોતે ગુનેગાર હોય એવા ભાવથી પીડાઈ રહ્યાં છે. બીજી તરફ કાયદાની ઐસી કી તૈસી કરીને બેધડક ટેક્સ ચોરી કરીને રાતોરાત દુકાનનાં પાટીયા બદલી નાંખનારાઓનો વાળ પણ વાંકો થતો નથી. આ નરી વાસ્તવિકતા છે.

ખેર, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં ‌ઉદયની સાથે લોકોને થોડા ઘણાં લડવૈયા મળવાની આશા બંધાઈ હતી, પરંતુ પાટીદાર સમાજને ‘અનામત’ અપાવનાર અને બદલાયેલા રૂપમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ખાસ કરીને પાટીદાર સમાજનાં યુવાનો મતદાન ટાણે ગાજ્યા એટલા વરસ્યા નહોતા અને લોકોને અસરકારક મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા હતા. બલ્કે વિતેલા દિવસો દરમિયાન માથું ફાડી નાંખે એવો પ્રચાર અને જાત જાતનાં વાયદા અને વચનોને કારણે વિમાસણમાં મુકાઈ ગયેલા મતદારોને મતપેટી નજીક પહોંચ્યા પછી નરેન્દ્ર મોદી નામનો કોઈ વિકલ્પ જ દેખાયો નહોતો એવું કહી શકાય. ઘણી જગ્યાએ પરિવર્તન. પરિવર્તનની બુમરાણ સાંભળવા મળી હતી. પરંતુ મતદાન સમયે જાણે પરિવર્તન નામની હવા ગાયબ થઈ ગઈ હતી.

બીજી તરફ રાજકીય અપપ્રચારને કારણે પણ જાતિવાદ, કોમવાદનાં વાડામાં વહેંચાયેલા લોકોએ પણ મતદાન કરવાનું ટાળ્યું હતું. ગત ચૂંટણીમાં સુરત શહેર-જિલ્લામાં સરેરાશ ૬૬.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે આ વખતે આક્રમક પ્રચાર છતાં મતદાનની ટકાવારીમાં સીધો પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વખતે શહેર-જિલ્લામાં સરેરાશ ૬૧.૭૧ ટકા મતદાન નોંધાયું હતું. આ બતાવે છે કે, લોકો હવે ત્રાસી ગયા છે અને કોઈનામાં પણ ‘ભરોસો’ નથી અને સાથે નવો વિકલ્પ પણ નથી.

‘આપ’ના અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડેલ ગુજરાતનાં લોકોનાં મનમાં ‘ભરોસો’ પેદા કરી શકશે કે કેમ તેની સામે હવે ચોક્કસ પ્રશ્નાર્થ કરી શકાય. કારણ કે, આમ આદમી પાર્ટી એટલે ‘આપ’ માટે સુરત મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને સુરતમાં જ જો ‘આપ’ને આવકાર મળવાનો ન હોય તો રાજ્યનાં અન્ય પ્રદેશોમાં ‘આપ’ને વિશેષ આવકાર મળવાની શક્યતા દેખાતી નથી. મતલબ કે અમિત શાહનાં શબ્દો ખરેખર સાચા બનીને રહી જશે.

અમિત શાહનાં અત્યાર સુધીનાં ચૂંટણી પ્રચારમાં તેઓ કહેતા આવ્યા છે કે, ગુજરાતની ચૂંટણીમાં ‘આપ’નું કોઈ જ અસ્તિત્વ નથી. અને અંતમાં એવી વાત ચાલી રહી છે કે, ઓલપાડ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવનાર ધાર્મિક માલવિયા પાછલાં કેટલાંક દિવસોથી સક્રિય નહોતો. તેમની નિષ્ક્રિયતા માટે પણ અનેક સવાલ પુછાઈ રહ્યાં છે. પરંતુ કારણો સહિતનાં જવાબ મળવાનું મુશ્કેલ જણાય છે. કદાચ ઓલપાડ બેઠકનાં પરિણામનાં પોસ્ટમોર્ટમ વખતે ધાર્મિકની નિષ્ક્રિયતા માટેનાં સંભવત કારણો બહાર આવી શકે.

આ પણ વાંચો :-

UPI પેમેન્ટ, Paytm અને Digital Rupeeમાં શું ફર્ક ? જાણી લો સમગ્ર વિગત અને ફટાફટ દૂર કરો આ મૂંઝવણ

What is the difference between UPI payment

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 1 ડિસેમ્બરથી રિટેલ ડિજીટલ રૂપિયાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવા જઈ રહી છે. ત્યારે જાણો કેવી રીતે અલગ પડે છે UPI પેમેન્ટથી આ ડીઝીટલ કરન્સી.

ભારતમાં હવે લોકો પોકેટ વોલેટમાં (Pocket wallet) નહીં પણ પેમેન્ટ વોલેટમાં પૈસા લઈ જશે અને તે 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 1 ડિસેમ્બરથી રિટેલ ડિજીટલ રૂપિયાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવા જઈ રહી છે. પાયલોટ પ્રોજેક્ટ (Pilot project) દરમિયાન, રિટેલ ડિજિટલ રૂપિયાના વિતરણ, ઉપયોગ અને તૈયારીની સમગ્ર પ્રક્રિયાનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવશે.

CBDC નામ આપવામાં આવ્યું :

રિઝર્વ બેંકની આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નામ આપવામાં આવ્યું છે. પરંતુ ડિજિટલ રૂપિયાનું નામ સાંભળતા જ તમારા મનમાં આ પ્રશ્ન જરૂર ઘૂમી રહ્યો હશે કે જો તે હવે શરૂ થઈ રહ્યું છે. તો પછી આપણે Paytm, Google Pay અને Phone Payનું શું કરીશું.

UPI અને ડિજિટલ રૂપિયા વચ્ચેનો તફાવત :

આજના સમયમાં આપણે કોઈપણ દુકાન પર તમામ પ્રકારના ઈ-વોલેટ્સમાંથી UPI નો ઉપયોગ કરીને ચુકવણી કરીએ છીએ. પરંતુ તેને ડિજિટલ કરન્સી કહી શકાય નહીં, કારણ કે UPI દ્વારા ટ્રાન્સફર કરાયેલા નાણાં માત્ર ભૌતિક ચલણ દ્વારા જ ચાલે છે. આનો અર્થ એ છે કે UPI ચુકવણી માટે વપરાતી ચલણ વર્તમાન ભૌતિક ચલણની સમકક્ષ છે. ડિજિટલ રૂપિયો પોતે જ અંતર્ગત ચુકવણી હશે, જેનો ઉપયોગ ચલણને બદલે ડિજિટલ ચૂકવણી માટે કરી શકાય છે.

ટ્રાન્ઝેક્શન રિઝર્વ બેંક કરશે :

રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ ઈ-રૂપી ડિજિટલ ટોકન તરીકે કાર્ય કરશે. બીજા શબ્દોમાં કહીએ તો, CBDC એ RBI દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. હવે UPI અને ડિજિટલ રૂપિયા વચ્ચેનો બીજો તફાવત સમજો.

વાસ્તવમાં, UPI ચુકવણી એ બેંક ખાતામાં ડાયરેક્ટ બેંક એકાઉન્ટ છે. રિઝર્વ બેંકે ડિજિટલ રૂપિયા માટે કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ બેંકોના ડિજિટલ વોલેટ દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે. હવે શું છે કે UPI વિવિધ બેંકો દ્વારા નિયંત્રિત થાય છે અને આ બેંકો રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ કામ કરે છે. પરંતુ તમારા ડિજિટલ રૂપિયાનું સીધું સંચાલન અને દેખરેખ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવશે. બાકીની બેંકો તેના વિતરણમાં સામેલ થશે. એટલે કે વહીવટ આરબીઆઈના હાથમાં રહેશે.

કોણ ચૂકવણી કરી શકે છે :

ડિજિટલ રૂપિયાના વ્યવહારો પર્સન ટુ પર્સન (P2P) અને પર્સન ટુ મર્ચન્ટ (P2M) બંને રીતે કરી શકાય છે. આ સિવાય, જો તમારે વેપારીને ચૂકવણી કરવી હોય, તો તમે તેની પાસે હાજર QR કોડને સ્કેન કરી શકો છો અને ચુકવણી કરી શકો છો. તો ખાલી સમજી લો કે દેશની પોતાની ડીજીટલ કરન્સી શરૂ થવાની છે. કારણ કે આપણી હાલની ઓનલાઈન પેમેન્ટ માત્ર ભૌતિક ચલણ સાથે કામ કરે છે.

Paytm-Google Pay માટે કોઈ મેળ નથી :

સમાચાર અનુસાર નિષ્ણાતોનું કહેવું છે કે ડિજિટલ રૂપિયો Paytm અને Google-Pay જેવા મોબાઈલ વોલેટ સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. ડિજિટલ રૂપિયો એ ચુકવણીની નવી રીત છે. આ અંતર્ગત તમારે એક વખત બેંકમાંથી ડિજિટલ રૂપિયા ખરીદવા પડશે. તે પછી તમે વૉલેટથી વૉલેટમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો.

Infibeam Avenues Ltd ના ડિરેક્ટર અને પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન વિશ્વાસ પટેલ કહે છે- ‘તે બ્લોકચેન આધારિત ડિજિટલ ટોકન સ્વરૂપનું ચલણ છે. રિટેલ ડિજિટલ ચલણમાં તમે કોઈપણ બેંકોને સામેલ કર્યા વિના આપવા અને લેવા સક્ષમ હોવા જોઈએ. જેમ તે ભૌતિક ચલણમાં થાય છે. પરંતુ તે UPI થી તદ્દન અલગ છે, જેમાં તમારા બેંક ખાતામાંથી પૈસા ડેબિટ થાય છે. રિટેલ ડિજિટલ રૂપિયો એ રિઝર્વ બેંક દ્વારા કાનૂની ટેન્ડર છે.

ડિજિટલ રૂપિયાના કેટલાક ગેરફાયદા પણ :

રિઝર્વ બેંક (RBI)ની ડિજિટલ કરન્સી ઈ-રૂપીના ગેરફાયદા વિશે વાત કરીએ તો, તેનો એક મોટો ગેરફાયદો એ હોઈ શકે છે કે તે નાણાંની લેવડદેવડ સંબંધિત ગોપનીયતાને લગભગ સમાપ્ત કરી દેશે. સામાન્ય રીતે રોકડમાં ટ્રાન્ઝેક્શન કરવાથી ઓળખ ગુપ્ત રહે છે, પરંતુ સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર નજર રાખશે.

આ સિવાય ઈ-રૂપિયા પર કોઈ વ્યાજ મળશે નહીં. આરબીઆઈના જણાવ્યા અનુસાર, જો ડિજિટલ રૂપિયા પર વ્યાજ આપવામાં આવે તો તે કરન્સી માર્કેટમાં અસ્થિરતા લાવી શકે છે. તેનું કારણ એ છે કે લોકો તેમના બચત ખાતામાંથી પૈસા ઉપાડશે અને તેને ડિજિટલ કરન્સીમાં કન્વર્ટ કરવાનું શરૂ કરશે.

ઈ-રૂપી :

સીબીડીસી લાવવાનો હેતુ કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં નાણાકીય વર્ષ 2022-23થી બ્લોક ચેઇન આધારિત ડિજિટલ રૂપિયો રજૂ કરવાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં કેન્દ્રીય બેંક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ચલણના હાલના સ્વરૂપોને બદલવાને બદલે, RBI ડિજિટલ રૂપિયાનો ઉદ્દેશ્ય ડિજિટલ ચલણને પૂરક બનાવવા અને વપરાશકર્તાઓને ચુકવણી માટે વધારાનો વિકલ્પ આપવાનો છે.

આ પણ વાંચો :-

2 ડિસેમ્બર 2022, રાશિફળ :  સાંઈ બાબા આ 7 રાશિના લોકો પર વરસાવશે હંમેશા કૃપા – ધંધામાં મળશે સફળતા

2 December 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતણા જણાય. ભાગ્ય સારૂ છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિયાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતીનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યના આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થીમિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોર્ટ ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે  સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધ તી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકૂળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમિયાન મિશ્રફળ અ‌નુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઇ-બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવાથી અગ્‍નીથી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્તોત્ર વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઇ-બહેનને વાઇરાલ ઇન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાથી દૂર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જૂના ગુરૂ-શિક્ષકોને મળવા યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આધ્યાત્મિક પ્રગતી થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

પંજાબના સંગરુરમાં CM આવાસ બહાર મજૂરોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ, જાણો શું છે વિરોધ

0

Hull of laborers outside CM’s residence

  • જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન પહેલાં પટિયાલા બાયપાસ પર ભેગાં થયાં અને ત્યારબાદ સીએમ આવાસની તરફ કૂચ કરી. પીએમનાં આવાસ બહાર પહેલેથી જ મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવાયેલ હતું.

પંજાબનાં (Punjab) સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં (Chief Minister Bhagwant Mana) આવાસની સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલિસે લાઠીચાર્જ (Police baton charge) કર્યો છે. આ મજૂરો બુધવારે પોતાની માંગને લઇને સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં આવાસની સામે પહોંચ્યાં હતાં જ્યાં પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ હતી. ત્યાર બાદ મજૂરો પર લાઠીચાર્જ (baton charge) કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મજૂરોનાં ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ  :

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી.

સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ : 

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી. સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

રસ્તાઓ ખોલાવવા કર્યો લાઠીચાર્જ :

માહિતી અનુસાર ખેડૂતો અને મજૂરોએ રસ્તા પર ટ્રકો લગાવ્યાં હતાં. પછી પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ તો રસ્તા ખોલાવવા અને ટ્રક હટાવવા માટે પોલીસએ લાઠીચાર્જ કર્યું. કેટલાક ખેડૂતો અને મજૂરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. રિપોર્ટસ અનુસાર પોલીસે કહ્યું છે કે તેમની પાસે લાઠીચાર્જ કર્યાં સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. પોલીસે કહ્યું કે મજૂરો જે રીતે હાઇ વેને જામ કરીને બેઠાં હતાં તેને ખોલાવવું ઘણું જરૂરી હતું. તે ન માન્યા તેથી લાઠીચાર્જ કરવું પડયું.

આ પણ વાંચો :-

ભ્રમમાં ન રહેતા ! બટેકાથી પણ ઘટી શકે છે વજન, રીત જાણી લેશો તો થશે ફાયદો

Do not live in illusion

  • બટાકામાં ફેટ, સોડિયમ કે કોલેસ્ટ્રોલ હોતું નથી. વિટામિન બી 6, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડેન્ટ્સની સારી માત્રા હોય છે, બટેટા શરીર માટે હોય છે ફાયદાકારક.

આપણા દેશમાં બટેટા (potato) એક એવું શાક છે. જેનો ઉપયોગ કોઈ પણ શાકભાજી સાથે કરી શકાય છે. એટલે જ શાકભાજીનો રાજા બટેટાને કહેવાય છે. બટેટા એટલે ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ (Delicious dishes). પછી ભલે તે આલુ ટિક્કી જેવો દેશી સ્વાદ હોય કે પછી આલુ ટિક્કી બર્ગરનો (Plum Tikki Burger) વિદેશી સ્વાદ હોય. બટેટા દરેક ખાદ્ય પદાર્થોમાં તડકા લગાવાનું કામ કરે છે. પરંતુ તેમ છતાં લોકો બટેટાને રોગનું મૂળ પણ કહે છે.

ખાસ કરીને શુગરના દર્દીઓ માટે. હેલ્થ લાઈન મુજબ બટેટામાં પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય તેમાં ફાઇબર પણ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બટેટાનું સેવન પાચન માટે પણ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. બટેટામાં વિટામિન એ, સી, બી-કોમ્પ્લેક્સ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. તે હાઈપોગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટાડે છે.

બટેટા ખાવાની હેલ્થી રીત :

ડાયટમાં બાફેલા બટેટાનો સમાવેશ કરી શકે છે. બટેટાને બાફ્યા પછી સંપૂર્ણ ઠંડા થવા દો. પછી તેના ટુકડા કરી લો. બાફેલા બટેટાનો સ્વાદ વધારવા માટે તેમાં કાળા મરી ઉમેરો. બટેટાને દહીં કે છાશમાં મિક્સ કરીને નાસ્તામાં કે બપોરના ભોજનમાં ખાવાથી ફાયદો થશે. બાફેલા બટેટાના સેવનથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

બાફેલા બટેટા ઓવર ઈટિંગથી બચાવશે : 

બાફેલ બટેટા ખાવાથી તમને વારંવાર ભૂખ લાગતી નથી. બાફેલા ઠંડા બટાટા મોટા પ્રમાણમાં રસિસ્ટાન્સ સ્ટાર્ચ ઉત્પન્ન કરે છે. તે મેટાબોલિજ્મને વધારવામાં મદદ કરે છે અને શરીરની વધારાની ચરબી ઘટાડે છે. બાફેલા બટેટામાં શક્કરિયા જેટલી જ કેલરી હોય છે.

પોષક તત્વોની માત્રા :

બટેટામાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેમાં ચરબી, સોડિયમ કે કોલેસ્ટ્રોલ હોતું નથી. વિટામિન બી6, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડેન્ટસ સારી માત્રા હોય છે. બટેટામાં પોટેશિયમની માત્રા કેળા કરતા વધારે હોય છે. સાથે જ તેમાં વિટામિન સીની દૈનિક જરૂરિયાતનો અડધો ભાગ હોય છે. બટેટા ફ્રી રેડિકલ્સ સામે લડે છે. જે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

બટેટાને હમેંશા છાલ સાથે રાંધો :

છાલ સાથે રાંધેલ બટેટામાં સારી માત્રામાં પોષક તત્વો હોય છે. તેને ખાવા તમારા માટે ફાયદાકારક રહેશે. બટેટાને હંમેશાં છાલ સાથે ઉકાળો અને છાલ કાઢ્યા વિના નહીં. જો તમે બટેટાને છોલીને ઉકાળો છો. તો તે બટેટામાં વિટામિન સી અને બી જેવા પોષક તત્વોને ઘટાડે છે. બટાકાને બાફવા માટે ઓછા પાણીનો ઉપયોગ કરો.

આ વસ્તુઓ સાથે ખાવાનું ટાળો :

બટાકાની સાથે ઘી, તેલ, માખણ, ક્રીમ, પનીર અને કૃત્રિમ ફ્લેવરનો વધુ પડતો ઉપયોગ ન કરો. બટાટા રાંધવા માટે ઓલિવ તેલ જેવા તંદુરસ્ત તેલનો ઉપયોગ કરો.

આ પણ વાંચો :-