શું તમે જાણો છો કે કયા દેવતાની કેટલી વખત પરિક્રમા કરવી જોઇએ? નહીં ને તો જાણી લો આ નિયમ

Share this story

Do you know how many times a deity

  • હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી-દેવતાની ઉપાસનામાં પરિક્રમાનુ વિશેષ મહત્વ હોય છે. જેનાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને બધી સમસ્યાઓનુ નિવારણ કરે છે.

હિન્દુ ધર્મમાં (Hinduism) અલગ પ્રકારથી દેવી-દેવતાઓની પૂજા થાય છે. ધાર્મિક સ્થળો (Religious places) પર દેવોને અગરબત્તી, ફૂલ, ધ્વજ, નારિયેળ અને પ્રસાદ ચઢાવવામાં આવે છે અને ભગવાનની પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમાને ફેરી લગાવવી પણ કહે છે. કોઈ પણ દેવી-દેવતાની ઉપાસનામાં પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે પરિક્રમા વગર પૂજા અધૂરી રહી જાય છે.

જાણીતા પંડિતનુ કહેવુ છે કે પરિક્રમા ભગવાનની સાધના કરવાની એક પ્રક્રિયા છે જેનાથી દેવો પ્રસન્ન થાય છે અને દરેક સંકટોનુ નિવારણ કરે છે. પરંતુ શાસ્ત્રોમાં દરેક દેવોની પરિક્રમા કરવાના વિશેષ નિયમ જણાવવામાં આવ્યાં છે. એવામાં નિયમો મુજબ પરિક્રમા કરવી જોઈએ.

પરિક્રમાના નિયમ અને લાભ :

શાસ્ત્રો મુજબ ધાર્મિક સ્થળો પર દંડવત પરિક્રમા કરવાથી અશ્વમેઘ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ પણ દેવોની મૂર્તિની પરિક્રમા શરૂ કર્યા બાદ તેને અધૂરી ના છોડવી જોઈએ અને જ્યાંથી પ્રારંભ કર્યો છે ત્યાં પ્રદક્ષિણા પૂરી કરવી જોઈએ. પરિક્રમા સમયે એકદમ શાંત રહો, કોઈની સાથે વાત ના કરવી જોઈએ અને જે દેવોની પરિક્રમા કરી રહ્યાં છો તેનુ ધ્યાન કરવુ જોઈએ.

કયા દેવોની કેટલી પરિક્રમા કરો :

જ્યોતિષ શાસ્ત્રો મુજબ, જે રીતે બધા દેવોની પૂજા વિધિ અલગ-અલગ હોય છે, એ રીતે દેવોની પરિક્રમાનું અલગ-અલગ વિધાન હોય છે. ભગવાન શિવની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. કારણકે સોમ સૂત્રને પાર કરવું ઉચિત હોતુ નથી. શિવલિંગમાંથી દૂધ અને જળની ધારા જ્યા વહે છે તેને સોમ સૂત્ર કહે છે.

જેને પાર કરવુ યોગ્ય ગણાતુ નથી. આ રીતે સૂર્ય ભગવાનની સાત વખત પરિક્રમા કરવી જોઈએ અને આ સાથે સૂર્ય દેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. માં દુર્ગાની માત્ર એક પરિક્રમા કરવામાં આવે છે. આ રીતે ભગવાન ગણેશની પ્રદક્ષિણા ત્રણ વખત કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પરિક્રમા ચાર વખત કરવી જોઈએ.

આ પણ વાંચો :-