Make jewelry
- લગ્નની સીઝનમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. આજે 24 કેરેટ સોનું 137 રૂપિયા સસ્તુ થઈને 52715 પર ખુલ્યું હતું. ચાંદીનાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.
લગ્ન સીઝનમાં સોના-ચાંદી (Gold and silver) ખરીદવાવાળા લોકો માટે ખુશીનાં સમાચાર આવી રહ્યા છે. આજે 24 કેરેટ સોનું 137 રૂપિયા સસ્તુ થઈને 52715 પર ખુલ્યું હતું. ત્યાં ચાંદી પણ 520 રૂપિયા સસ્તુ થઈને 61590 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી. ત્યારે શુદ્ધ સોનું ઓલ ટાઈમ હાઈ રેટ 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 3539 રૂપિયા સસ્તુ થયું હતું. જ્યારે ચાંદી તેનાં બે વર્ષનાં ઉંચા રેટ 76008 રૂપિયા પ્રતિ કિલોથી હવે 14118 રૂપિયા સસ્તું થયું હતું.
જીએસટી સહિત નવીનત્તમ સોનીની કિંમત :
આજે બુલિયન માર્કેટમાં જીએસટી સહિત 24 કેરેટ સોનાની સરેરાશ કિંમત રૂપિયા 54296 છે. તેમાં 99.99 ટકા સોનું છે અને તેમાંથી કોઈ જ્વેલરી બનાવવામાં આવતી નથી. ત્યારે 12 કેરેટ સોનાની સરેરાશ કિંમત જીએસટી સાથે 54079 રૂપિયા છે. આજે માર્કેટમાં 52504 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યો છે. તેમાં 95 ટકા સોનું હોય છે.
22 કેરેટ સોનાની કિંમત 48287 રૂપિયા પ્રતિ 10 ગ્રામ :
22 કેરેટ ગોલ્ડની કિંમત 48287 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 3 ટકા જીએસટી સાથે આ સોનાની કિંમત 49735 રૂપિયા છે. તેમાં 85 ટકા સોનું છે. ત્યારે જ્વેલરી મેકિંગ ચાર્જીસ અને જ્વેલર્સનો નફો ઉમેર્યા પછી તેની કિંમત લગભઘ 61500 રૂપિયા થશે.
જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 39536 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને જીએસટી સાથે હવે તેની કિંમત 40722 રૂપિયા છે. તેમાં 75 ટકા સોનું છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને નફો ઉમેરીને તે લગભગ 51500 રૂપિયા થશે.
આ પણ વાંચો :-
- Kiara Advaniએ કહ્યું ‘જલ્દી જ કરીશ એલાન’, ફેન્સે લગાવી સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નની અટકળો
- 30 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ