Do you also have the habit of turning on the Bluetooth of your phone, then beware
- જો તમે પણ તમારા સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે અને પબ્લિકલી તેનો ઉપયોગ ડિવાઇસ પેરીંગ માટે કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.
આજકાલ દરેક સ્માર્ટફોન Bluetooth સાથે નજર આવે છે અને ઘણી વખત લોકો તેને ડિસ્કવરી મોડમાં પણ છોડી દે છે એટલે કે કોઈ પણ તમારા ડિવાઇસના Bluetoothને સર્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં હેકર્સની (Hackers) નજર આવા જ ફીચર પર રહે છે અને આમ કરવાથી હેકર્સ તમારા ડિવાઈસના વધુ પડતાં ડેટાને એક્સેસ કરી લે છે. એટલે કે એટલે કે પ્રાઈવસી અને સિક્યોરિટીની દૃષ્ટિએ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
એટલે જો તમે પણ તમારા સ્માર્ટફોનનું બ્લૂટૂથ ચાલુ રાખવાની આદત છે અને તેનો ઉપયોગ ડિવાઇસ પેરીંગ માટે કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો કે તેનાથી બચવા માટે સૌથી પહેલા BlueBugging શું છે તે જાણવું જરૂરી છે. તેને કારણે જ તમારા ડિવાઈસનું નિયંત્રણ હેકરના હાથમાં જઈ શકે છે.
જો કે માત્ર BlueBugging જ નહીં પણ હેકર્સ Bluesnarfing અને Bluejacking નો ઉપયોગ કરીને યુઝર ડેટાને એક્સેસ કરી શકે છે એવામાં સૌપ્રથમ અમે તમને BlueBugging વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તેનાથી કેવી રીતે બચી શકાય તે વિશે પણ કહેશું.
BlueBugging શું છે?
BlueBugging એટેક ખૂબ જ ખતરનાક છે અને તેમાં હેકર્સ લોકોના ડિવાઇસને એક્સેસ કરીને સામગ્રી મેળવવાનો પ્રયાસ કરે છે અને આ માટે બ્લૂટૂથ કનેક્શનની મદદ લેવામાં આવે છે. હેકર્સ કનેક્શનમાં ફેરફાર કરીને યુઝર્સના પાસવર્ડ અને અન્ય વિગતો ચોરી કરવાનો પ્રયાસ કરે છે. આ માટે હેકર્સ પહેલા વિક્ટિમના ડિવાઈસને એક્સેસ કરે છે અને પછી તેમાં માલવેર ઈન્સ્ટોલ કરે છે.
તેની મદદથી હેકર્સ ભવિષ્યમાં પણ વિક્ટિમના ડિવાઇસને સરળતાથી એક્સેસ કરી શકશે. આ માલવેર દ્વારા હેકર્સ યુઝર્સની જાસૂસી કરે છે અને તેનો હુમલો એટલો ખતરનાક છે કે હેકર્સ એ યુઝરની ફોનની વાતચીત પણ સાંભળી શકે છે અને મેસેજ પણ વાંચી શકાશે.
આ રીતે રહો સેફ :
જણાવી દઈએ કે તેનાથી બચાવનો પણ ઉપાય છે. એ માટે જાણો કે Bluetooth દ્વારા હુમલો કરવા માટે હેકર તમારી રેન્જમાં હોવો જોઈએ અને આવું વારંવાર જાહેર સ્થળોએ મળી રહે છે. હેકર્સના આ હુમલાની પોતાની મર્યાદાઓ છે પરંતુ તેમ છતાં યુઝર્સને ઘણું નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈપણ અજાણ્યા બ્લૂટૂથ પેરને એક્સેપ્ટ ન કરવું અને જ્યારે કામ ન કરે ત્યારે ડિવાઈસનું બ્લૂટૂથને બંધ રાખો. ખાસ કરીને આ માટે હેકર્સ સોફ્ટવેરની ખામીઓનો ફાયદો ઉઠાવે છે અને એટલા માટે જ તમારા ડિવાઈસ અને સોફ્ટવેરને અપડેટ રાખો.
જો તમારા ડિવાઇસનું બ્લૂટૂથ ડિસ્કવર મોડમાં છે તો તેને બંધ કરો. અને જો તમે ઓડિયો સ્પીકર્સ અથવા ઇયરબડ જેવા ડિવાઈસ સાથે બ્લૂટૂથને પેર કરી રહ્યા છો તો આ માટે ઘર અથવા ખાનગી જગ્યાનો ઉપયોગ કરો. આ કામ માટે ભીડવાળી જગ્યાએ ન જવું જોઈએ. ભીડવાળી જગ્યા પર હેકર્સ તમને નિશાન બનાવી શકે છે.
આ પણ વાંચો :-