આ રીતે બનાવો મસાલા ચા, શરદી-ઉધરસ-શરીરનાં સોજાં થશે દૂર

Share this story

Make masala tea in this way

  • મસાલાં ચામાં અનેક પૌષ્ટિક તત્વો રહેલાં હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ચાનો ટેસ્ટ પણ અદભૂત હોય છે જે તમને શરદી-ઉધરસમાં રાહત અપાવે છે. આ સિવાય પણ મસાલાં ચામાં અનેક ગુણો રહેલાં છે.

ચોમાસાની સિઝન હોય કે શિયાળાની, ભારતનાં લોકો હંમેશા ખુશનુમા વાતાવરણમાં ચાને (Tea) યાદ કરતાં હોય છે. ત્યારે શિયાળાના ઠંડીના વાતાવરણમાં ચાય જેટલીવાર મળી જાય તે ઓછું જ લાગે છે. તેવામાં જો તમને શરદી કે ઉધરસ કે ગળાંમાં દુ:ખાવો વધે છે તો આ મસાલા ચા જેવું અકસીર બીજું કંઈ નથી. આ ચામાં રહેલાં પૌષ્ટિક તત્વો ઈમ્યૂનિટી (Immunity) વધારવાની સાથે હાડકાંઓને પણ મજબૂત કરે છે.

મસાલાં ચા બનાવવાની રીત :

  1. ચા મસાલાં પાઉડર બનાવવા સૂંઠને પીસી લ્યો.
  2. હવે ધીમા ગૅસે એક તપેલાને મૂકી તેમાં લવિંગ, કાળા મરી, એલાઇચી અને તજ ઉમેરી ચડવા દો.
  3. આ તમામ મસાલાંને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ગ્રાઇન્ડરમાં પીસીને પાઉડર બનાવી લો.
  4. આ પાઉડરમાં પિસેલ સૂંઠ અને જાયફળનો પાઉડર ઉમેરી ફરી પીસી લો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું :

  1. મસાલા ચા બનાવતી વખતે દૂધ અને પાણીની માત્રાનું ધ્યાન રાખવું
  2. ચાને વધુ સમય સુધી ગેસ પર ન ચડાવવું
  3. જો ચા મસાલો વધુ તેજ અને તીખું પસંદ નથી તો મસાલાંની માત્રા થોડી ઓછી કરી દેવી અને કાળા મરી અને તજનો ઉપયોગ પણ ઓછો રાખવો.

આ ચાનાં ફાયદા :

મોટાભાગનાં લોકોને ઠંડીનાં વાતાવરણમાં હાડકાંઓનાં દુ:ખાવા પર ફરિયાદ રહેતી હોય છે અને શરીરમાં સોજાં પણ આવતાં હોય છે. તેવામાં તમે મસાલાં ચામાં આદૂ અને લવીંગનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારા શરીરનો દુ:ખાવો અને સોજાં દૂર થાય છે. આદૂ અને લવિંગ પણ આ તકલીફોમાં ફાયદાકારક રહે છે.

  • ઈમ્યૂનિટી વધશે :

મસાલાં ચામાં એન્ટીઓક્સિડેન્ટસ અને ફાઈટોકેમિકલ જેવા ગુણો રહેલાં છે જે તમારી ઇમ્યૂનિટીને મજબૂત બનાવે છે. ઠંડીમાં ઇમ્યૂનિટી ઘટી જતી હોય છે અને બિમારી વધી જતી હોય છે તેવામાં આ બિમારીઓથી બચવા અને ઇમ્યૂનિટી મજબૂત કરવાં આ મસાલાં ચાનું સેવન કરવું જોઇએ.

શિયાળાનાં સમયમાં બાળકોથી લઇને મોટી ઉંમરનાં તમામ લોકો એકવાર તો શરદી-ઉધરસ જેવા વાયરલનો ભોગ બને જ છે. તેવામાં જો તમે આદૂ, તુલસી જેવા તત્વોથી બનેલી અદભૂત મસાલાં ચાનું સેવન કરો છો તો થોડાં સમયમાં જ તમને ફાયદો દેખાશે અને શરદી-ઉધરસ-ફ્લૂથી રાહત મળશે.

આ પણ વાંચો :-