પેન્શનરો માટે ગુડ ન્યુઝ ! EPFO પેન્શન નિયમોમાં થઈ શકે છે ફેરફાર, થશે મોટો ફાયદો

Share this story

Good news for pensioners

  • EPFO એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ પે સ્કેલને ઉચ્ચ પગાર ધોરણ સાથે લિંક કરવા જઈ રહ્યું છે તેને કારણે તે કર્મચારીઓને બમણો લાભ મળશે જેમનો માસિક પગાર રૂ. 21000 સુધી છે.

ઘણા લોકો નોકરી કરતાં હોય છે અને લગભગ નોકરિયાત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની પેન્શન યોજનાનો લાભ લેતા હોય છે. એવા કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર (Central Govt) ટૂંક સમયમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની પેન્શન યોજનાની પગાર મર્યાદા વધારી શકે છે. જણાવી દઈએ કે EPFO એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ પે સ્કેલને 21000 ઉચ્ચ પગાર ધોરણ સાથે લિંક કરવા જઈ રહ્યું છે અને તેને કારણે તે કર્મચારીઓને (Employee) બમણો લાભ મળશે જેમનો માસિક પગાર રૂ. 21000 સુધી છે.

જણાવી દઈએ કે હાલમાં EPFOની કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજનામાં નિવૃત્તિ બચત યોજના માટેની પગાર મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ માસ છે અને તેને વધારીને 21,000 રૂપિયા કરવામાં આવશે. જો સરકાર આ નિર્ણય માટે મંજૂરી આપે છે તો 75 લાખ વધુ કર્મચારીઓ EPFOના દાયરામાં આવશે અને હાલ તેમની સંખ્યા 6.8 કરોડ છે. ખાસ જાણવાનું રહ્યું કે પગાર મર્યાદા છેલ્લે 2014માં 6,500 રૂપિયા પ્રતિ માસથી વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી.

પેન્શનરોને સૌથી વધુ ફાયદો થશે :

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર પગાર મર્યાદા વધારવા માટે ટૂંક સમયમાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી શકે છે જે મોંઘવારી અનુસાર તેની મર્યાદા નક્કી કરશે. સાથે જ EPFOના કાર્યક્ષેત્રમાં આવવા માટે સમય સમય પર તેની સમીક્ષા પણ કરવામાં આવશે. હાલ 15,000 રૂપિયા માસિક પગાર પર 12%ના દરે 1,800 રૂપિયા છે.

જો પગાર મર્યાદા વધારીને 21,000 રૂપિયા કરવામાં આવે છે તો 12% દરે PF યોગદાન વધીને 2,520 રૂપિયા થઈ જશે અને તેનાથી રિટાયરમેન્ટ ફંડમાં પણ ઘણો વધારો થશે. આ નિર્ણયથી ખાસ પેન્શનરોને સૌથી વધુ ફાયદો મળી શકે છે.

EPFO તરફથી મળે છે વ્યાજ  :

જણાવી દઈએ કે આ યોજના હેઠળ કર્મચારીના પગારમાંથી 12% રકમ કાપીને પેન્શન યોજનામાં જમા કરવામાં આવે છે અને કંપનીએ સામે તે જ રકમ કર્મચારીના ખાતામાં જમા કરવાની હોય છે. એટલે કે કર્મચારીની બચત 1 દિવસમાં બમણી થઈ જાય છે. તેના પર EPFO તરફથી વ્યાજ મળે છે જે કોઈપણ બેંકની FD કરતા વધારે હોય છે.

કોર્ટે આ મર્યાદાને પણ કરી હતી રદ  :

કેન્દ્ર હાલમાં EPFOની એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ માટે દર વર્ષે લગભગ રૂ. 6,750 કરોડ ચૂકવે છે અને તેમાં EPFOએ યોજના તરફના સબસ્ક્રાઈબર્સને મૂળભૂત પગારના 1.16 ટકા યોગદાન આપે છે. હાલ માં જ સુપ્રીમ કોર્ટે 2014 ની કર્મચારી પેન્શન યોજનાની માન્યતાને સમર્થન આપ્યું હતું અને કોર્ટે પેન્શન ફંડમાં જોડાવા માટે રૂ. 15,000 માસિક વેતનની મર્યાદાને રદ કરી હતી.

આ પણ વાંચો :-