કેજરીવાલની ભવિષ્યવાણી વચ્ચે AAPને મોટો ઝટકો, ચૂંટણી પહેલા ગુજરાતની ચર્ચિત બેઠકના ઉમેદવારનું ભાજપને સમર્થન

Share this story

Major blow to AAP amid Kejriwal’s prediction

  • ગુજરાતમાં કેજરીવાલની સરકાર બનવાની ભવિષ્યવાણી વચ્ચે AAPને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે ચૂંટણીના બે જ દિવસ અગાઉ અબડાસા બેઠકના AAP ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દરેક પક્ષમાં રાજીનામાના કારણે ઉતાર-ચઢાવ શરૂ છે. ત્યારે વધુ આમ આદમી પાર્ટીને એક વખત ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. કચ્છની (Kutch) અબડાસા (Abdasa) બેઠકના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ચૂંટણી પહેલાં ભાજપને સમર્થન કર્યું છે. તેઓએ ભાજપના સમર્થન સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેના ફોટો પણ સામે આવ્યા છે.

વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા :

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે જ દિવસ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ભારે વેગવંતો બન્યો છે. એવામાં કચ્છની અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કદાચ આજ રોજ PM મોદીની સભામાં વસંત ખેતાણી ભાજપને ટેકો કરવાની જાહેરાત કરી શકે છે.

થોડાંક દિવસ અગાઉ AAPના પ્રદેશ સચિવ રાજભા ઝાલા પણ ભાજપમાં જોડાયા હતા :

તદુપરાંત તાજેતરમાં જ થોડાંક દિવસ અગાઉ જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ (રાજકોટ) અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. એ સિવાય વાંસદા તાલુકાના પણ 100થી વધુ AAP કાર્યકરો પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતની ચૂંટણી પહેલા સંગઠનના મહામંત્રી સહિત તમામ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

આ પણ વાંચો :-