ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, આગામી 5 વર્ષ સરકાર ચલાવવા અનેક વચનોની લ્હાણી

Share this story

BJP’s manifesto announced

  • આગામી પહેલી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડીને ગુજરાતમાં આગામી દિવસોના આયોજન અંગે પ્રજાને ભરોસો આપ્યો છે.

આજે બહાર પડેલા સંકલ્પ પત્રમાં (Resolution) ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ મતદારોને રીઝવવા માટે કેટલાક વચનો આપ્યા હતા. બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (National President JP Nadda) કહ્યું હતું કે આજના સંવિધાન દિવસે મહત્વનું સંકલ્પ પત્ર લોન્ચ થયું છે. ગુજરાતએ સામાજિક પરિવર્તન (Social change) અને સાંસ્કૃતિક ચેતનાવાળી ભૂમિ છે. ગુજરાત રાજનિતીક દ્રષ્ટીથી દિશા આપનારી ભૂમિ છે.

દેશની વાત કરીએ તો ગુજરાત આઝાદીની લડાઇ હોય કે નવનિર્માણ આંદોલન હોય, દેશની વિકાસકૂચમાં અગ્રેસર રહ્યું છે. હવે જ્યારે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે સંકલ્પ પત્ર બહાર પાડીને ચૂંટણી વચનો જાહેર કર્યા છે.

ભાજપના સંકલ્પ પત્રમાં જાહેર થયેલા સંકલ્પો નીચે મુજબ છે :

– આયુષ્માન ભારતમાં 5 લાખની જગ્યાએ 10 લાખ રુપિયા કરાયા.
– 25 હજાર કરોડના ખર્ચે સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરાશે- સાયબર હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનોમાં શરુ કરાશે.
– દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનશે- 1 હજાર ઈ બસોનો કાફલો ઉમેરાશે.
– 10 હજાર કરોડના ખર્ચે કૃષિ ઈન્ફ્રા.નું નિર્માણ થશે.
-ખેડૂત મંડળો, એપીએમસીને મજબૂત કરવામાં આવશે.
– મેડિકલ સીટોમાં 30 ટકાનો વધારો કરાશે.
– અગ્રેસર આદિજાતિ, ઈકોનોમી ક્ષેત્રે અગ્રેસર કામો થશે.
– કેજીથી પીજી સુધી મહિલાઓને ફ્રી શિક્ષણ અપાશે.
– અગ્રેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંકલ્પ- વ્હાલી દીકરી હેઠળ નાણાકીય સહાય વધારાશે.
– અગ્નિવીર માટે મહિલાને વન ટાઈમ 50 હજારની ગ્રાન્ટ.
– ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓને મફત સાઈકલ અપાશે.
– 5 વર્ષમાં 1 લાખથી વધુ મહિલાઓને નોકરી આપવાનું કામ.
– આગામી 5 વર્ષમાં 20 લાખની રોજગારીનું વચન.
– આર્થિક રીતે નબળા પરીવારની મહિલાઓને ટૂ વ્હિલર અપાશે.
– 10 હજાર કરોડના બજેટનો સંકલ્પ.
ગૌશાળા માટે 500 કરોડનું વધારાનું બજેટ.
– ગુજરાત પોલીસની સ્પેશિય મહિલા કમાન્ડો ફોર્સ બનાવાશે.
– સાઉથ ગુજરાત સૌરાષ્ટ્રમાં 2 સી ફૂડ પાર્ક બનશે.

આ પણ વાંચો :-