શું સરકાર આપી રહી છે પુત્રીઓને 1.5 લાખ રૂપિયા ? જાણો શું છે આ સ્કીમ

Share this story

Is the government giving 1.5 lakh rupees

  • સરકાર ગુરૂ નામની એક યૂટ્યૂબ ચેનલે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં પુત્રીઓને 1.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા (Social media) પર કહેવામાં આવેલી દરેક વાત સાચી હોય, એ જરૂરી નથી. સોશિયલ મીડિયા પર આજકાલ ઘણી ભ્રામક વાતો પણ ફેલાવવામાં આવી રહી છે. આ વાતો દ્વારા લોકોના મનમાં ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અથવા પછી લોકોને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવ એવો જ એક ભ્રામક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral) થઇ રહ્યો છે. જેમાં સરકાર સાથે જોડીને આ યોજના વિશે જણાવવામાં આવ્યું છે. તેની એક તસવીર PIB Fact Check એ શેર કરી છે.

આ છે દાવો :

જો કે સરકારી ગુરૂ નામની એક યૂટ્યૂબ ચેનલે એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર (Central Govt) તરફથી એક યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં પુત્રીઓને 1.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ યોજનાનું નામ પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના (Pradhan Mantri Kanya Arshivad Yojana) બતાવવામાં આવી રહ્યું છે.

ખોટો છે દાવો :

જો કે PIB Fact Check તરફ આ વીડિયોનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે અને આ વીડિયોને ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું છે. PIB Fact Check તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે ‘સરકારી ગુરૂ’ નામની એક #YouTube ચેનલના એક વીડિયોમાં કરવામાં આવ્યો છે કે ‘પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના‘ અંતગર્ત તમામ પુત્રીઓને 1,50,000 રૂપિયાની રકમ મળશે. આ દાવો બનાવટી છે. કેન્દ્ર સરકાર તરફથી આવી કોઇ યોજના ચલાવવામાં આવી રહી નથી.

નથી આવો કોઈ યોજના :

PIB Fact Check તરફથી આ દાવાનો ખોટો ગણાવવામાં આવ્યો છે સાથે જ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના‘ ના નામે કોઇપણ પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી નથી. એવામાં આ દાવો ભ્રામક છે.