26 November 2022 Horoscope Gujarat Guardian
મેષ
ગઇ કાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસું થોડું નબળું થતું જણાય. શેર બજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.
વૃષભ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યોત્મિક ઉન્નતિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.
મિથુન
વાણી વિલાસ સાચવી ને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઈ-બહેનો ના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લીબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.
કર્ક
ખંતીલા, કરકસરીયાં. ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધા વાળા ને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.
સિંહ
આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃ સુખ સારૂ મળે.
કન્યા
કોઇની ઉપર વિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.
તુલા
મન ઉપર ચિંતાઓ ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળું રહે. અપચનની સમસ્યાની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.
વૃશ્ચિક
મહેનત જેટલું જ ફળ મળતું જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી, ધંધામાં સફળતા મળતી જણાશે.
ધન
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી, ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારી વાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.
મકર
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભ ના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતા નો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી, તાવથી સાવચેતી રાખવી.
કુંભ
આત્મ વિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. માતૃસુખ સારૂ મળે. દવા ના ધંધા વાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.
મીન
સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શકય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.
આ પણ વાંચો :-