લોચો પડયો ! PM મોદીની સભામાં જેની અટકાયત કરી તેઓ ભાજપના ફોટોગ્રાફર નીકળ્યા

Share this story

The one who was detained in PM Modi

  • અમદાવાદ ગ્રામ્યની પોલીસે પીએમ મોદીની સભામાં ડ્રોન ઉડાવવાના કિસ્સામાં ભાજપ દ્વારા જ ભાડે રખાયેલા ફોટોગ્રાફરની અટકાયત કરી.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચુંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી (Prime Minister Narendra Modi) લઈને ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે. કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં સભા ગજવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા. આજે પાલનપુર, મોડાસા, દહેગામ અને અમદાવાદના બાવળામાં તેમની સભા યોજાઈ હતી.

આ દરમિયાન PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મોટો ખુલાસો થયો છે. PM મોદીની સભામાં ઉડેલું ડ્રોન કોઈ મોટી ચૂક ન હોવાનું ખુલ્યુ છે. મોદીની સભાની જ ફોટોગ્રાફી માટે જ આ ડ્રોન ઉડાવાયુ હતું. ભાજપે રોકેલા ફોટોગ્રાફર જ આ ડ્રોન ઉડાડતા હોવાનું ખુલ્યું છે.

આજે અમદાવાદના બાવળામાં PM નરેન્દ્ર મોદીની સભા દરમ્યાન ડ્રોન ઉડાડવામા આવ્યુ હતું. ‘નો ફ્લાઈંગ ઝોન’નું જાહેરનામું હોવા છતાં ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. સભા સ્થળે ઉડતું ડ્રોન સ્થાનિક અમદાવાદ ગ્રામ્ય પોલીસના ધ્યાને આવ્યું હતું.

modi_drone_zee.jpg

જેના બાદ પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ કરીને ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી. પરમિશન વગર અને જાહેરનામાં ભંગ ડ્રોન ઉડાવવા બદલ પોલીસે કાર્યવાહી કરી હતી. જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે અટકાયત કરાયેલા ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી.

જો કે આ પૂછપરછમાં બાદમાં ખુલાસો થયો હતો કે, BJP તરફથી જ વીડિયોગ્રાફી માટે ડ્રોન કેમેરાથી શૂટિંગ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન ત્રણેય વ્યકિતઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ નથી માત્ર વીડિયોગ્રાફી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ બાદ થોડા જ સમયમાં મુક્તિ મળશે તેવુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જણાવાયું હતું.

આ પણ વાંચો :-