સુરતમાં કારમાંથી 75 લાખની રોકડમાં મોટો વળાંક ? કોંગ્રેસ નેતા ભાગતા હોવાના સીસીટીવી આવ્યાં સામે

Share this story

A big turn in cash of 75 lakhs from a car in Surat

  • Surat CCTV: આ સીસીટીવી કેમેરામાં દેખાઇ રહ્યું છે કે એક વ્યક્તિ ભાગી રહ્યા છે. તેમને જોતા અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે.

ગુજરાત ચૂંટણી (Gujarat Election) પહેલા સુરતમાં કારમાંથી 75 લાખની રોકડ રકમ મળતા ચકચાર મચી જવા પામી છે. આ રૂપિયાનું કનેક્શન કોંગ્રેસ (Gujarat Congress) સાથે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ કેસમાં મોટો ખુલાસો પણ સામે આવ્યો છે. જ્યાં કારમાંથી લાખોની રોકડ ઝડપાઈ ત્યારે તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ તપાસવામાં આવ્યાં હતા.

જે સીસીટીવી કેમેરામાં કોંગ્રેસના નેતા બી.એમ. સંદીપ (Congress leader B.M. Sandeep) ભાગતા નજરે પડી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોકડ સાથે જે કાર ઝડપાઇ તેમાંથી પણ બી.એમ સંદીપનું આધારકાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું.

સીસીટીવી કેમેરામાં કેદ :

આ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ ભાગી રહ્યા છે. તેમને જોતા અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે. જો આ વાત સાચી પડી તો ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટો હડકંપ મચી શકે છે.

શું હતો કેસ ?

આપને જણાવીએ કે મહિધરપુરા વિસ્તારમાંથી મોડી રાત્રે મહારાષ્ટ્ર પાર્સિગની કારની ચૂંટણી પંચની ફલાઇગ સ્કવોડે તપાસ કરતા રોકડા 75 લાખ લાખ મળી આવ્યા હતા. ફલાઈગ સ્કવોડની તપાસ જોઇને ડ્રાઈવર સહિત ત્રણમાંથી એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ રૂપિયા શ્રીરામ આંગડીયા પેઢીના છે. જો કે આ આખો કેસ ઈન્કમટેકસના હવાલે કરી દેવાયો છે.

બે ઝડપાયેલા આરોપીમાંથી એકનો કોંગ્રેસ સાથે છે સંબંધ :

ઝડપાયેલા બે આરોપીઓમાંથી ડ્રાઇવર ઉદય ગુર્જર (રહે. નવી દિલ્હી) અને સુરતનો મોહમ્મદ ફૈજ પકડાયો હોવાનું જાણવા મળ્યુ હતુ. જયારે ભાગી છુટેલા ઇસમનું નામ સંદીપ ખુલ્યુ છે. આથી સંદીપ પકડાય તો મોટું રહસ્ય ખુલી શકે તેમ છે. પકડાયેલ ડ્રાઈવરની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે શ્રીરામ આંગડીયા પેઢીમાંથી રૂપિયા લેવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ફોન આવે તે મુજબ રૂપિયા આપવાના હતા. આથી આ રૂપિયા કોને અને કયાં પહોંચાડવાના હતા તે અંગે હજી સુધી રહસ્ય છે.

આ પણ વાંચો :-