Beware of hacked Instagram
- જો કોઈ અન્ય ડિવાઈસના માધ્યમથી પોતાના ખાતામાં અપરિચિત લોગ ઈનની નોટીફિકેશન મળે છે તો સમજી લો કે તમારું ખાતુ છેતરપિંડીનો શિકાર થયુ છે. એવામાં તમારે તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ પર જવુ જોઈએ અને નિર્ધારિત સમયમાં પોતાનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ.
નાના વીડિયો (Short videos) પોસ્ટ કરવાથી લઈને સ્ટોરી અપલોડ કરવા અને હવે લાઈવ સ્ટ્રીમ (Live stream) સુધી ઈન્સ્ટાએ લાંબો સમય કાપ્યો છે. જેની આ લોકપ્રિયતા તેને હેકર્સનો (Hackers) શિકાર પણ બનાવે છે. ઘણા યુઝર્સ વર્ષોથી આ પ્રકારના હુમલાનો શિકાર થઇ રહ્યાં છે અને ઘણા લોકોએ તેને કારણે પોતાના એકાઉન્ટનું એક્સેસ ગુમાવી દીધું છે.
હેકર્સ તમારા આઈજી પ્રોફાઈલને (IG profile) પણ નવું સ્વરૂપ આપી શકે છે. જેમ કે તમારી બાયો અને પ્રોફાઈલ પિક્ચરને (Profile picture) બદલવી અને ત્યાં સુધી કે ડીએમમાં પોતાના મિત્રો અને ફોલોઅર્સને બલ્ક સ્પેમ પણ કરી શકે છે.
તો સમજી લો કે તમારું એકાઉન્ટ છેતરપિંડીનો શિકાર થયું છે :
જો કોઈ અન્ય ડિવાઈસના માધ્યમથી પોતાના ખાતામાં અપરિચિત લોગ ઈનની નોટીફિકેશન મળે છે તો સમજી લો કે તમારું એકાઉન્ટ છેતરપિંડીનો શિકાર થયુ છે. એવામાં તમારે તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ પર જવુ જોઈએ અને નિર્ધારિત સમયમાં પોતાનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ. પાસવર્ડ ચેન્જ કરવાની સાથે-સાથે અને કઈ પદ્ધતિથી તમે એકાઉન્ટ રિકવર કરી શકો છો.
પાસવર્ડ ચેન્જ કરો :
પોતાના મોબાઈલ ફોન પર ઈન્સ્ટાગ્રામ એપ ખોલો.
નીચે જમણી બાજુએ પ્રોફાઈલ ટેબ પર જાઓ.
હવે ઉપર જમણા ખૂણામાં મેન્યુ પસંદ કરો અને સેટિંગ પર ટેપ કરો.
સેટીંગ્સમાં સિક્યોરિટી પર જાઓ.
અહીં પહેલુ ઓપ્શન પાસવર્ડ છે, તેને પસંદ કરો.
હવે પોતાનો વર્તમાન પાસવર્ડ અને સાથે નવો પાસવર્ડ બે વખત નોંધો.
પ્રક્રિયા પૂરી થયા બાદ ટોપ રાઈટમાં ચેકમાર્ક બટન દબાવો. તમારું કામ પુરૂ થયું.
આ પણ વાંચો :-