Bajrang Dal and VHP activists stormed
- સુરતની મહાવીર કોલેજના કેમ્પસમાં (Mahaveer College Campus) ઘુસીને કેટલાક શખ્સો દ્વારા અમુક યુવાનોને માર મારવામાં આવ્યો હતો.
વિગતો એવી સામે આવી રહી છે કે કોલેજ કેમ્પસમાં (College campus) ઘૂસી જનારા બજરંગ દળ અને વીએચપી (વિશ્વ હિન્દુ પરિષદ)ના કાર્યકર્તાઓ હતા. તેમણે અહીં મુસ્લિમ વિદ્યાર્થીઓને (Muslim student) માર માર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના હમણાં બે દિવસ પહેલાની છે. જેમાં કેટલાક શખ્સો વિદ્યાર્થીને માર મારતા જોઈ શકાય છે.
કોલેજ તંત્ર મુક પ્રેક્ષક બન્યું :
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી મહાવીર કોલેજમાં બે મુસ્લિમ વિદ્યાર્થીઓને કોલેજના જ કેમ્પસમાં કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને કોલેજનું તંત્ર મુક પ્રેક્ષક બની બેસી રહ્યું હતું. આ ઘટનામાં કોલેજે શું એક્શન લીધા તે વિગતો મળી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ કેમ્પસમાં લવ જેહાદના આરોપમાં એક યુવકને માર માર્યો છે. આ મામલામાં કોલેજ તંત્રએ વાત કરવાનો જ ઈનકાર કરી દીધો છે. ઘટના સોશિયલ મીડિયા થકી બહાર આવી છે. વીહીપ આને શ્રદ્ધા મર્ડર કેસ સાથે જોડીને સેલ્ફ ડિફેન્સમાં કરેલી કાર્યવાહી કહી રહ્યું છે.
VHPએ સેલ્ફ ડિફેન્સની કાર્યવાહી હોવાનું સ્વીકાર્યું :
બીજી મહત્વની બાબત એ પણ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. પરંતુ વીએચપીએ સેલ્ફ ડિફેન્સની કાર્યવાહી કરીને સ્વીકાર કરી રહી છે. કોલેજના સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની પણ કબુલાત કરે છે. જોકે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેને કારણે હાલ સોશિયલ મીડિયા ગરમાયું છે.
આ પણ વાંચો :-