‘કેતન ઈનામદાર વડોદરાના સૌથી મોટા ખનન માફીયા છે’, ભાજપના ઉમેદવાર પર કોણે કર્યા ગંભીર આક્ષેપ

Share this story

Ketan Inamdar is Vadodara

  • ગુજરાતમાં ચૂંટણી પહેલા આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિ થઈ રહી છે. વડોદરાના સાવલીમાં બે ટર્મથી જીતી રહેલા ધારાસભ્ય અને ઉમેદવાર કેતન ઈનામદાર પર કોંગ્રેસના ઉમેદવારે કરેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે રાજકારણ ગરમાયું છે.

સાવલીમાં (Savli) કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) કુલદીપસિંહ રાઉલજીએ (Kuldeep Singh Raulji) ભાજપના ઉમેદવાર કેતન ઈનામદારને (Ketan Enamdar) રેતી માફિયા (Sand Mafia) કહી દીધા છે અને તેમની પાસે પુરાવાઓ પણ હોવાનું જણાવ્યું છે.

કેતન ઈનામદાર પર કોંગી ઉમેદવારનો પ્રહારો :

કુલદીપસિંહ રાઉલજીએ સાવલીમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે, સ્થાનિક ધારાસભ્ય મહિસાગર નદીમાં ખનન કરીને મોટા ખાડા કરી નાખ્યા છે. વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા કેતન ઈનામદાર હોવાનો પણ આરોપ મૂક્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે હું ડંકાની ચોટ પર કહું છું અને ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ ખુલ્લો મુકીશ. તદુપરાંત કેતન ઇનામદાર સાવલી જીઆઈડીસીમાં લેબર કોન્ટ્રાક્ટના કામનો મોટો હિસ્સો સંભાળે છે અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા હોવાના પણ આક્ષેપ કોંગ્રેસના ઉમેદવારે કર્યા હતા.

બે ટર્મથી સાવલીના ધારાસભ્ય છે કેતન ઈનામદાર :

નોંધનીય છે કે સાવલી વિધાનસભા બેઠક પર છેલ્લા બે ટર્મથી કેતન ઈનામદાર જીતતા આવ્યા છે. વર્ષ 2017માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સાગર બ્રહ્મભટ્ટને 41,633 મતોથી હરાવ્યા હતા. આ વખતે પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતા સમયે કેતન ઈનામદારે તેમની મુકાબલો કોઈ સાથે ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે કોંગ્રેસના ઉમેદવારે કરેલા ગંભીર આક્ષેપોનો કેતન ઈનામદાર શું જવાબ આપશે.

આ પણ વાંચો :-