‘મે 6 મહિનાથી અન્નનો દાણો ખાધો નથી’ એવા દાવા વચ્ચે સત્યેન્દ્ર જૈનનો જેલમાં ભોજન કરતો વધુ એક વીડિયો વાયરલ

Share this story

Another video of Satyendra Jain eating

  • તિહાડ જેલમાંથી દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 સપ્ટેમ્બરનો છે.

વિડીયોમાં સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ભોજન કરતા નજર આવી રહ્યા છે. જ્યારે સત્યેન્દ્ર જૈન વતી રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે તેણે 6 મહિનાથી એક દાણો પણ નથી ખાધો. ભાજપે આરોપ લગાવ્યો છે કે AAP નેતા સત્યેન્દ્ર જૈનને જેલમાં પણ છપ્પન ભોગ પીરસાઈ રહ્યા છે. આ અગાઉ સત્યેન્દ્ર જૈનનો મસાજનો (Massage) વીડિયો સામે આવ્યો હતો.

સત્યેન્દ્ર જૈને ભોજન ન ખાવા પાછળનું કારણ કોર્ટમાં જણાવ્યું હતું કે જૈન ધર્મ પ્રમાણે મંદિરમાં જઈને પૂજા કર્યા વિના રાંધેલું ભોજન ન ખાઈ શકાય. તેઓ માત્ર ફળો અને કાચા શાકભાજી પર આધાર રાખે છે. તે પણ તિહાડ જેલ (Tihar Jail) પ્રશાસને બંધ કરી દીધું છે. આ કારણે તેનું વજન 28 કિલો ઘટી ગયું છે. બીજી તરફ જેલ પ્રશાસનનો દાવો છે કે સત્યેન્દ્ર જૈનનું વજન 8 કિલો વધી ગયું છે. કોર્ટે આ મામલે સત્યેન્દ્ર જૈન પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આ અંગે આજે નિર્ણય આપવામાં આવશે.

ગઈકાલે દિલ્હીના જેલમાં બંધ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને તિહાડ સત્તાવાળાઓને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર ભોજન આપવાનો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો. મંગળવારે વિશેષ ન્યાયાધીશ વિકાસ ધલ સમક્ષ આ અરજી પર સુનાવણી થવાની સંભાવના છે. અરજીમાં જેલ સત્તાધીશોને તાત્કાલિક મંત્રીની મેડિકલ તપાસ કરાવવાનો નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. જૈનના વકીલ મોહમ્મદ ઈર્શાદે કહ્યું કે જેલની અંદર જૈનને મૂળભૂત ભોજન અને તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી નથી.

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જૈન ધર્મ પ્રમાણે જેલમાં ભોજન મળતું નથી તેથી 5 મહિનામાં વજનમાં 28 કિલોનો ઘટાડો થયો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 31 મેના રોજ તેની ધરપકડના દિવસથી તે કોઈ પણ જૈન મંદિરમાં જઈ શક્યો નથી અને જૈન ધર્મમાં ઊંડો વિશ્વાસ હોવાથી તે ધાર્મિક ઉપવાસ કરે છે અને રાંધેલો ખોરાક, દાળ અનાજ અને દૂધ નથી લેતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે જૈન ધર્મનું સખ્તીથી પાલન કરે છે.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2017 માં તેમની સામે નોંધાયેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગ કેસમાં જૈનની ધરપકડ કરવામાં આવી હતી. 17 નવેમ્બરે કોર્ટે આ કેસમાં જૈન અને અન્ય બે લોકોને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો :-