By investing in these 5 government schemes
- રોકાણ માટે આજે અમે તમને 5 યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે હાલ રોકાણ શરૂ કરીને તમારા રિટાયરમેન્ટની પ્લાનિંગ કરી શકો છો.
જો તમે હજુ સુધી તમારા રિટાયરમેન્ટ (Retirement) માટેની તૈયારી શરૂ નથી કરી તો આજે જ કરી લો. કેમ કે નોકરી કરતાં કરતાં જો ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરી દેશો તો મોજ-મસ્તીમાં તમે વૃદ્ધાવસ્થાનો (Old age) આનંદ માણી શકશો. એટલા માટે હંમેશા નોકરીના પહેલા દિવસથી જ રોકાણ (Investment) શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે.
રોકાણ માટે આજે અમે તમને 5 યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે હાલ રોકાણ શરૂ કરીને તમારા રિટાયરમેન્ટની પ્લાનિંગ (Planning Retirement) કરી શકો છો. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાઓમાં હાલ રોકાણ શરૂ કરવાથી વૃદ્ધાવસ્થાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ચાલો જાણીએ કઈ છે એ યોજના.
ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation)
જો તમે અત્યારથી રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને એ માટે સરકારી અને સલામત સ્થળે રોકાણ કરવા માંગો છો તો તમે ભારતીય જીવન વીમા નિગમની (Life Insurance Corporation) સરળ પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજનાના ઘણા ફાયદા છે અને આમાં તમે 60 વર્ષની નહીં પણ 40 વર્ષની ઉંમરથી પેન્શન લેવાનું શરૂ કરી શકો છો.
જણાવી દઈએ કે આ સ્કીમમાં તમારે માત્ર એક સાથે સમાન રકમનું રોકાણ કરવું પડે છે અને એ પછી તમે જીવનભર પેન્શન મેળવી શકો છો. આ સાથે જ ગંભીર બીમારીના સમયે તમે પોલિસીમાંથી પૈસા ઉપાડી શકો છો. જણાવી દઈએ કે પોલિસી સરેન્ડર કરવા પર 95% તમને પરત કરવામાં આવે છે અને આ સિવાય તમે આ સ્કીમ પર લોન પણ લઈ શકો છો.
રાષ્ટ્રીય પેન્શન યોજના (National Pension Scheme) :
રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને જો તમે ટેક્સ-ફ્રેન્ડલી સ્કીમમાં રોકાણ કરવા માંગો છો તો નેશનલ પેન્શન સ્કીમ (National Pension Scheme) તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ સ્કીમ પણ સલામત છે એટલે કે અહીં રોકાયેલા પૈસા ગુમાવવાનો ડર નથી.
આ સાથે જ તમે નિવૃત્તિ સમયે શાંતિ અને આરામનું જીવન જીવવા માટે આ યોજનામાં રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે આ યોજનામાં તમને એક નિશ્ચિત પેન્શન મળશે અને 3 વર્ષ સુધી સતત પ્રીમિયમ ચૂકવ્યા પછી તમે તેમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સાથે જ પાકતી મુદત પહેલા કુલ થાપણ રકમના માત્ર 25% જ ઉપાડી શકાય છે.
અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) :
અટલ પેન્શન યોજના (Atal Pension Yojana)હેઠળ 60 વર્ષની ઉંમરે પહોંચવા પર દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. જણાવી દઈએ કે આ યોજનામાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે અને આમાં તમે 100% ઉપાડ પણ કરી શકો છો. આ યોજના હેઠળ સરકાર સબસ્ક્રાઈબર્સના યોગદાનના 50 ટકા અથવા દર વર્ષે રૂ. 1000 બેમાંથી જે ઓછું હોય તે યોગદાન આપે છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) :
રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો અને જો તમે સુરક્ષિત જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગો છો તો પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરવા પર વિચાર કરી શકાય છે. જણાવી દઈએ કે જો તમે પણ ઘરે બેસીને નિવૃત્તિ પછી માસિક પેન્શન ઈચ્છો છો તો તેના માટે તમારે આ યોજના હેઠળ 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને આ યોજનામાં 1,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનું પેન્શન ઉપલબ્ધ છે. એટલે કે જો તમે 15 લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો 8%ના દરે એક વર્ષમાં વ્યાજ 1.20 લાખ રૂપિયા થાય છે અને એ રકમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક રીતે ઉપાડી શકાય છે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના (Senior Citizen Savings Scheme) :
રિટાયરમેન્ટની યોજના બનાવી રહ્યા છો તો વરિષ્ઠ નાગરિક બચત યોજના વિશે વિચાર કરવો જોઈએ. આ યોજના સલામત અને સરકારી યોજના છે અને આમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે હાલમાં આ યોજનામાં દર વર્ષે 7.4% વળતર મળી રહ્યું છે.
તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. તમારે આ સ્કીમમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે રોકાણ કરવું પડશે અને તે પછી તમે તેને આગળ વધારી શકો છો. સાથે જ આ યોજના 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો :-