From the cricket field to the pitch of love
- ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 એટલે કે વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ આ સમયે ટીમનો મહત્વનો ભાગ બની ગયો છે. તેની બેટિંગ આગળ મોટા-મોટા બોલરો મુશ્કેલીમાં આવી જાય છે.
સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) વર્ષ 2016માં સાઉથ ઈન્ડિયા સાથે સંબંધ રાખનાર દેવિશા શેટ્ટી (Devisha Shetty) સાથે લગ્ન કર્યા હતા. દેવિશા શેટ્ટીનો જન્મ 1993માં મુંબઈમાં થયો હતો. સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીની પહેલી મુલાકાત મુંબઈની (Mumbai) પોદ્દાર કોલેજ ઓફ આર્ટ્સમાં થઈ હતી. કોલેજના એક પ્રોગ્રામમાં દેવિશાનો ડાન્સ જોઈ સૂર્યા તેના પર ફિદા થઈ ગયો હતો.
દેવિશા શેટ્ટીને કોલેજ લાઈફથી ડાન્સનો શોખ હતો. ડાન્સ પ્રોગ્રામમાં બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. લગ્ન પહેલા બંનેએ 5 વર્ષ ડેટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે દેવિશાએ વર્ષ 2013થી 2015 સુધી એક એનજીઓ “ધ લાઈટહાઉસ પ્રોજેક્ટ” માટે વોલેન્ટિયરના રૂપમાં કામ કર્યું હતું. તે સામાજિક કામોમાં પણ સક્રિય રહે છે.
દેવિશા શેટ્ટી (Devisha Shetty) ઘણીવાર મેદાનમાં સૂર્યકુમાર યાદવને સપોર્ટ કરતી જોવા મળી છે. સૂર્યકુમાર યાદવ અને દેવિશા બંને હંમેશા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. બંને ફેન્સ માટે તસવીરો શેર કરતા રહે છે. સૂર્યકુમાર યાદવ આ સમયે ટી20 ક્રિકેટનો નંબર-1 બેટર છે. તેણે હાલમાં ન્યૂઝીલેન્ડ સામે ટી20 કરિયરની બીજી સદી ફટકારી હતી. આ મેચમાં સૂર્યાએ માત્ર 51 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો :-