PF બેલેન્સ ચેક કરવાના ચક્કરમાં એકાઉન્ટમાંથી ઉડી ગયા 1.23 લાખ રૂપિયા, તમે ના કરતા આવી ભૂલ

Share this story

1.23 lakh rupees flew out of the account

  • જો તમે પણ PF બેલેન્સ ચેક કરો છો તો થોડી સાવધાની સાથે બેલેન્સ ચેક કરો. હાલમાં જ એક શખ્સના એકાઉન્ટથી 1.23 લાખ રૂપિયા ઉડી ગયા. જાણો શું છે સંપૂર્ણ મામલો

જો તમે પણ નોકરી કરતા હોવ અને તમારા પગારમાંથી PFના પૈસા કપાય છે તો તમારે પણ તમારું PF બેલેન્સ (PF Balance) ચેક કરવા માટે અલગ-અલગ રીતો અપનાવતા હશો. ક્યારેક ઉમંગ એપ દ્વારા, ક્યારેક મિસ્ડ કોલ દ્વારા તો ક્યારેક એસએમએસ સેવા દ્વારા. પરંતુ એસએમએસ (SMC) અને મિસ્ડ કોલ (Missed call) દ્વારા પીએફ બેલેન્સ ચેક કરતી વખતે તકેદારી રાખવાની જરૂર છે. ખાસ કરીને તમે જે નંબર પર મેસેજ અથવા કોલ કરી રહ્યાં છો તે નંબરની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે.

હાલમાં એક વ્યક્તિ માટે પીએફ બેલેન્સ ચેક કરવું ભારે સાબિત થયું છે અને આ વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા. શું છે આખો મામલો ચાલો તમને જણાવીએ જેથી તમે પણ આ મામલામાંથી શીખી શકો અને સતર્ક થઈ શકો.

શું છે સમગ્ર મામલો :

હાલમાં 47 વર્ષના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરનારાઓએ 1 લાખ 23 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ વ્યક્તિ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ ઓફિસર છે અને આ વ્યક્તિએ ગૂગલની મદદથી EPFO ​​હેલ્પલાઇન નંબર સર્ચ કર્યો અને આ વ્યક્તિને નંબર મળ્યો.

એક રિપોર્ટ અનુસાર આ એક નકલી નંબર હતો જે ઈન્ટરનેટ પર હેલ્પલાઇન નંબર તરીકે હાજર હતો. આ વ્યક્તિએ આ નંબર પર ફોન કરતાની સાથે જ સામેની વ્યક્તિએ આ પીડિતને રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. પછી છેતરપિંડી કરનારાઓએ આ વ્યક્તિ પાસેથી 14 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 1 લાખ 23 હજારની લૂંટ કરી દીધી.

ઈન્ટરનેટ પર સર્ચ કરી વેબસાઈટ :

રિપોર્ટ અનુસાર આ શખ્સે EPFOની ઓફિશ્યલ વેબસાઈટને પોતાના મોબાઈલ પર ખોલવાનો ટ્રાય કર્યો પરંતુ સાઈટ લોડ ન થઈ. ત્યાર બાદ આ શખ્સે ઈન્ટરનેટ પર PF કસ્ટમર કેર હેલ્પલાઈન નંબરને શોખવાનું શરૂ કર્યું.

શખ્સે શેર કર્યો 9 આંકડાનો કોડ

જ્યારે આ વ્યક્તિએ આ ફેક નંબર પર કોલ કર્યો તો સામેની વ્યક્તિએ રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. આટલું જ નહીં, પીડિત શખ્સે છેતરપિંડી કરનાર વ્યક્તિ જે પોતાને અધિકારી ગણાવી રહ્યો હતો. તેણે શખ્સની સાથે પોતાનો 9 અંકનો એક કોડ પણ શેર કર્યો હતો.

EPFO મેમ્બર્સે ધ્યાનમાં રાખવી આ વસ્તુઓ :

એવામાં EPFO ​​મેમ્બર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈન્ટરનેટ પર આપવામાં આવેલા નંબરો પર આંધળો વિશ્વાસ ન કરે અને તેમની અંગત માહિતી કોઈની સાથે શેર ન કરે. પીએફ બેલેન્સ તપાસવા માટે EPFOની સત્તાવાર સાઈટ, સરકારની ઉમંગ એપ અથવા EPFOની સાઇટ પર આપવામાં આવેલ મિસ્ડ કોલ અને SMS સર્વિસ નંબરનો ઉપયોગ કરો.

આ પણ વાંચો :-