When Rahul Gandhi asked his mother
- કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન હાલમાં જ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની એક તસવીર સામે આવી હતી. જેમાં રાહુલ ગાંધી માતાના જૂતાની દોરી બાંધતા નજરે ચડ્યા હતા. હવે રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. જ્યારે તેમણે માતા સોનિયા ગાંધીને પૂછ્યું હતું કે શું તેઓ દેખાવમાં સુંદર છે?
કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા દરમિયાન હાલમાં જ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમના માતા સોનિયા ગાંધીની (Sonia Gandhi) એક તસવીર સામે આવી હતી. જેમાં રાહુલ ગાંધી માતાના જૂતાની દોરી બાંધતા નજરે ચડયાં હતા. હવે રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. જ્યારે તેમણે માતા સોનિયા ગાંધીને પૂછ્યું હતું કે શું તેઓ દેખાવમાં સુંદર છે?
સોનિયા ગાંધીએ આપ્યો હતો ચોંકાવનારો જવાબ :
આમ તો સામાન્ય રીતે દરેક માતા પોતાના બાળકોના વખાણ જ કરે છે પરંતુ રાહુલ ગાંધીના આ સવાલ પર સોનિયા ગાંધીએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યારે તેમના માતાને પૂછ્યું કે શું હું સુંદર છું? ત્યારે સોનિયા ગાંધીએ જવાબ આપ્યો હતો કે ‘ના, ઠીક ઠાક છે’.
રાહુલ ગાંધીએ પોતે કર્યો ખુલાસો :
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો આ કિસ્સો સંભળાવતા પોતે આ વાતનો ખુલાસો કર્યો. વાત જાણે એમ છે કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ એક યુટ્યૂબર સમદીશ ભાટિયા સાથે ઈન્ટરવ્યુમાં પોતાના બાળપણના આ કિસ્સાને શેર કરતા કહ્યું કે જ્યારે હું બાળક હતો ત્યારે મે મારી માતા પાસે જઈને પૂછ્યું કે મમ્મી, શું હું સુંદર દેખાઉ છું? ત્યારે મારા માતાએ મારી તરફ જોયું અને કહ્યું કે ‘ના, તું ઠીક ઠાક (સામાન્ય) દેખાય છે.’
હંમેશા સચ્ચાઈનો સામનો કરાવે છે માતા- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સોનિયા ગાંધી હંમેશા સત્યનો સામનો કરાવે છે. તેમણે કહ્યું કે, ‘મારા માતા આવા જ છે. મારા માતા તરત અરીસો દેખાડે છે. મારા પિતા પણ આવા જ હતા. મારો આખો પરિવાર આવો છે. જો તમે કઈક કહો તો તેઓ તમને સચ્ચાઈનો સામનો કરાવે છે.’
રાહુલ ગાંધીએ શેર કર્યો ઈન્ટરવ્યુનો વીડિયો :
રાહુલ ગાંધીએ ઈન્ટરવ્યુનો વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે ‘ઈશ્વર વિશે, ભારતના વિચાર સહિત ઘણું બધુ. ભારત જોડો યાત્રા દરમિયાન એકદમ સ્પષ્ટ અને શાનદાર વાતચીત.’
About God, the Idea of India, and much more.
An unfiltered and candid talk, on the #BharatJodoYatra trail, with @UFbySamdishhhttps://t.co/g6bFZ17s6u
— Rahul Gandhi (@RahulGandhi) November 20, 2022
રાહુલ ગાંધીએ પોતાની લાઈફસ્ટાઈલ વિશે પણ કરી વાત :
પોતાના જીવન અને લાઈફસ્ટાઈલ વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પોતાના માટે જૂતા ખરીદે છે, પરંતુ ક્યારેક ક્યારેક તેમના માતા અને બહેન પણ તેમને જૂતા મોકલે છે. તેમણે કહ્યું કે ‘મારા કેટલાક નેતા મિત્ર પણ મને જૂતા ભેટમાં આપે છે’. જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ ભાજપના નેતા તેમને જૂતા મોકલે છે? તો તેમણે જવાબ આપ્યો કે ‘તેઓ તેને મારા પર ફેંકે છે.’
આ પણ વાંચો :-