Friday, Mar 21, 2025

ગુજરાતની ચૂંટણીમાં બંગાળ જેવા દ્રશ્યો : સુરતમાં BJP-AAP કાર્યકરો વચ્ચે પથ્થરમારો, વાહનોમાં નુકસાન-એક ઈજાગ્રસ્ત

2 Min Read

Bengal-like scenes in Gujarat elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાંથી પથ્થરમારાની ઘટના સામે આવી છે. શહેરના યોગી ચોક પાસે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એવામાં ચૂંટણી પહેલા સુરતના યોગી ચોક (Surat’s Yogi Chowk) ખાતે ભાજપ અને આમ આદમી પાર્ટીના (Aap Gujarat) કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. ઘટનાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો :

મળતી માહિતી અનુસાર શહેરના સરથાણા યોગીચોક પાસે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા.

પોલીસ અને CRPFનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો :

આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ CRPFની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ પથ્થરમારાની ઘટનામાં કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. હાલ સમગ્ર મામલો કાબૂમાં છે. યોગીચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article