નોંધણી કરાવી છે પણ વોટર આઈડી કાર્ડ મળ્યું નથી ? તો આમ કરી શકાશે મતદાન

Share this story

Registered but not received voter ID card

  • ચૂંટણી પંચના નવતર અભિગમથી “ફર્સ્ટટાઈમ વોટર”ની સંખ્યામાં વધારો. મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી દીધી છે અને વોટર આઈડી કાર્ડ મળ્યું નથી. તો અન્ય પુરાવા રજૂ કરી મતદાન કરી શકો છો.

વિધાનસભા 2022ની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. મતદાર યાદી (Electoral Roll) પણ તૈયાર થઈ ગઈ છે. 01 જાન્યુઆરી ઉપરાંત 01 એપ્રિલ અથવા તો 01 જુલાઈ અને 01 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. જો કે મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. મતદાર યાદીમાં નામ રજીસ્ટર છે તે તમામ મતદારો મતદાન કરી શકશે.

11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે :

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ યુવા મતદારોને આકર્ષિત કરવા માટે ભારતના ચૂંટણી પંચે ખાસ ભાર મૂક્યો છે.

જેના ભાગરૂપે યુવા મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે ફસ્ટ ટાઈમ વોટરોની સંખ્યામાં વધારો થયો છે.

મતદાર યાદીમાં નોંધણી કરાવ્યા બાદ વોટર આઈડી કાર્ડ આપવામાં આવે છે. જે મતદાન કરવા જાય ત્યારે પુરાવવા તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી દીધી છે અને વોટર આઈડી કાર્ડ મળ્યું નથી. તો અન્ય પુરાવા રજૂ કરી મતદાન કરી શકો છો.

મતદાન કરવા ક્યાં પુરાવા રજૂ કરી શકાય :

મતદાર ફોટો ઓળખ પત્ર, NPR હેઠળ આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મનરેગા જોબ કાર્ડ, આધાર કાર્ડ, ભારતીય પાસપોર્ટ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલો ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, પાનકાર્ડ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે જાહેર સાહસો પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલો ફોટો ધરાવતો ઓળખકાર્ડ, આમાંથી કોઈ એક પુરાવા રજૂ કરી મતદાન કરી શકાય છે.

આ પણ વાંચો :-