From today, PM Modi will address 8 public meetings
- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે.
ત્યારે આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે આવી રહ્યા છે. ભાજપે ગુજરાતાં પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની આખી ફોજ ઉતારી છે. આ વચ્ચે PM મોદી આજથી 3 દિવસ માટે ગુજરાતમાં રહેશે અને આ દરમિયાન 8 જેટલી જનસભાને સંબોધન કરશે.
શું હશે PMનો કાર્યક્રમ?
PM મોદી આજે વાપીમાં રોડ શો કરશે. આ બાદ આજે સાંજે વલસાડમાં જનસભાને સંબોધન કરશે.20મી નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. જેમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાદ 21મી નવેમ્બરે સુરેન્દ્રનગરમાં અને બાદમાં નવસારી તથા જંબુસરમાં પણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસમાં PM એક બાદ એક 8 જેટલી જનસભાને અને રેલીઓ કરશે.
PMએ વિપક્ષને બતાવ્યું ગુજરાત વિરોધી :
PM મોદીએ ટ્વીટ કરીને તેમના આજના કાર્યક્રમની જાણકારી આપી છે. ગઈકાલે તેમણે ટ્વીટ કર્યું હતું કે આવતીકાલે સાંજે હું વલસાડમાં ચૂંટણી રેલીને સંબોધન કરીશ. અમારા વિકાસના ટ્રેક રેકોર્ડના કારણે ગુજરાતમાં ભાજપને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. વિપક્ષનો ગુજરાત વિરોધી એજન્ડા સંપૂર્ણપણે નકારી દેવામાં આવ્યો છે.
બે રાજ્યના CM, કેન્દ્રિય મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર માટે :
નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ગઈકાલે જ 2 રાજ્યના CM, કેન્દ્રિય મંત્રીઓ સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે.પી નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકોર, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ ઉમેદવારો માટે પ્રચાર કરવા ચૂંટણીના રણમેદાનમાં ઉતર્યા હતા. ત્યારે આજથી PM ચૂંટણી પ્રચાર કરતા જોવા મળશે.
આ પણ વાંચો :-
- BCCI હવે રોહિત શર્માને લઈને લઈ શકે છે મોટો નિર્ણય, T20 ટીમની કેપ્ટન્સી છીનવાઈ શકે
- ખંભાળિયામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ, કદાવર નેતા 1100 જેટલા કાર્યકર સાથે ભાજપમાં જોડાયા