Big break in Congress in Khambhalia
- દ્વારકા જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો. જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ પ્રકાશ સામાની અને શહેર કોંગ્રેસ પ્રમુખ પરબત લગારિયા ભાજપમાં જોડાયા. પબુભા માણેકના હસ્તે કેસરિયો ધારણ કર્યો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચારેતરફ ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની જાહેરાત થતા જ પક્ષપલટાની મોસમ ખીલી ઉઠી છે. નારાજગી બાદ પક્ષપલટાનો દોર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ખંભાળીયા વિધાનસભા (Khambhaliya Legislative Assembly) ચૂંટણીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના સરપંચો (Congress Sarpanch) અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે. આ સાથે જ 1100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને દ્વારકામાં (Dwarka) ચૂંટણી જીતવી મુશ્કેલ લાગી રહી છે.
ખંભાળીયામાં ભગવતી હોલ ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને ઉમેદવાર મુળુભાઈ બેરાએ તમામને કેસરીયો ખેસ પહેરાવી આવકાર્યા હતા. દ્વારકા જિલ્લામાં કોંગ્રેસને આજના દિવસમાં મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કદાવર નેતા અને દ્વારકા જિલ્લામાં દબદબો ધરાવનાર ગોરિયા કુંટુંબના સદસ્યો ભાજપમાં ગયા છે. આ કુટુંબના હજારો ટેકેદારોએ પણ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
કોણ કોણ ભાજપમાં જોડાયું :
- મેરામણભાઇ મારખીભાઈ ગોરિયા – કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ખંભાળિયા
- મિતલબેન જીતેન્દ્રભાઈ ગોરીયા – પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ
- રેખાબેન રામભાઈ ગોરિયા – પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ
- મશરીભાઈ નારણભાઈ ગોરીયા – પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ
- રામભાઈ દેસુરભાઈ ગોરિયા – પૂર્વ ભાટિયા માર્કેટિંગ ડાયરેકટર
- જીતેન્દ્ર રામસીભાઈ ગોરિયા – પૂર્વ ભાટિયા માર્કેટિંગ ડાયરેકટર
- દિલીપ જેશાભાઈ ગોરીયા – પૂર્વ મહેસૂલ મંત્રી ના પુત્ર
ખંભાળિયા ખાતે યોજાયેલ જાહેર સભામાં ઉત્તરપ્રદેશના ધારાસભ્ય સુરેશ રાનાના હસ્તે તમામ કોંગી આગેવાનો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. કોંગ્રેસના ગઢ સમાન ખંભાળિયા સીટમાં કોંગ્રેસમાં ગાબડું પડતાં કોંગ્રેસ ખેમામાં ખામોશી છવાઈ છે.
તો બીજી તરફ વડોદરાના સાવલી કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. સાવલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વાઘેલા ભાજપમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ સાંસદ રંજનબેન ભટ્ટ અને કેતન ઈનામદારના હસ્તે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. પીલોલ ગામ ખાતે કેતન ઈનામદારની સભામાં વિજય વાઘેલા ભાજપમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે વિજય વાઘેલા વિધાનસભા ચૂંટણીમાં સાવલીમાં કોંગ્રેસના પ્રબળ દાવેદાર હતા. પરંતુ કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ મળતાં વિજય વાઘેલાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેઓ 500 થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો :-