Gujarat Election 2022! Congress fielded this
- ગુજરાતમાં એક તરફ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યાં બીજી બાજુ સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આ સ્થિતિ વચ્ચે આજે કોંગ્રેસમાં (Congress) દિલ્હીમાં (Delhi) ઉમેદવારોને લઈને ભારે મંથન બાદ આજે 43 મૂરતિયાની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) બેઠક ઘાટલોડિયા (Ghatlodia) સામે કોંગ્રેસ મહિલા ઉમેદવાર ડો.અમીબહેન યાજ્ઞિકને (Dr. Amibehan Yagnik) ટિકિટ આપવામાં આવી છે.
કોગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર :
- ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
- અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
- ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
- ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
- કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
- હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
- ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
- ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
- ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
- એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
- અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
- દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
- રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
- રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
- જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
- જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
- પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
- કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
- માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
- મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
- નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
- મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
- ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
- ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
- લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
- સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
- સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ શશીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી.જેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની લીડ મળી હતી અને તેઓ જીતી ગયા હતા.
આ પણ વાંચો :-