People should be warned before planning to
- ગોવામાં પ્રવાસન વિભાગે ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવવા પર અને ખુલ્લામાં દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને નિયમો તોડવા પર 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
દરેક લોકો જાણે છે કે પાર્ટી માટે ભારતનું ગોવા (Goa) સૌથી પ્રખ્યાત શહેર છે આપણ હાલ ગોવામાં પાર્ટીનું આયોજન કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે રાજ્યના પ્રવાસન વિભાગે (Department of Tourism) ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવવા પર અને ખુલ્લામાં દારૂ પીવા (Drink alcohol) જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સાથે જ નિયમો તોડવા પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું પણ કહેવામાં આવ્યું છે. આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે અધિકારીઓનું કહેવું છે કે ‘ગોવાની પ્રવાસન ક્ષમતાને બગડતી બચાવવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.’
હવે ગોવામાં પાર્ટીનું આયોજન કરનારો ખુલ્લી જગ્યામાં ખોરાક નહીં બનાવી શકે. સાથે આમ ખુલ્લામાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કઈ વસ્તુઓ પર પ્રતિબંધ :
આ સાથે જ સોમવારે જારી કરાયેલા એક આદેશમાં ગોવાના પ્રવાસન વિભાગે માલવાન (મહારાષ્ટ્ર) અને કારવાર (કર્ણાટક) જેવા રાજ્યની બહારના વિસ્તારોમાં વોટર સ્પોર્ટ્સ માટે અનધિકૃત ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઈએ કે નિર્દેશક નિખિલ દેસાઈ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર ‘ખુલ્લી જગ્યાએ ખોરાક બનાવવો, કચરો ફેલાવવો, ખુલ્લામાં દારૂ પીવો, બોટલો તોડવી વગેરે’ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત એવી ગતિવિધિઓ જે પ્રવાસીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરે અને વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરતી આવી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.આ સાથે જ સતાવાર સ્થળો સિવાય અન્ય સ્થળો પર પ્રવાસન પ્રવૃત્તિઓ માટે ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે.
શું થશે કાર્યવાહી :
નિયમોનું પાલન ન કરવા પર 5 હજાર રૂપિયા સુધીનું દંડ વસૂલવામાં આવશે અને વારંવાર નિયમ તોડવા પર 50 હાજર સુધીનો દંડ વસૂલી શકાય છે. આ સાથે જ IPC ની ધારા 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે ખાસ વાત એ છે કે વર્ષ 2019માં પણ ગોવા ટૂરિસ્ટ પ્લેસમાં સુધારાને ગોવા વિધાનસભામાં મંજૂરી આપી હતી અને તેમાં ફરવાલાયક જાહેર સ્થળો પર દારૂ પીવા, ખુલ્લામાં ખોરાક રાંધવા કે બોટલો તોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.આ સિવાય નાના મોટા લોકલ સ્થળોએ પ્રવાસીઓને ખાવા-પીવા માટે પ્રોત્સાહિત કરવાના હતા.
આ પણ વાંચો :-