હિમાચલ પ્રદેશ : રોડ શોમાં કેજરીવાલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર બાદ થઈ હાથાપાઈ, માહોલ ગરમાતા ભાષણ ટૂંકાવવું પડ્યું

Share this story

Himachal Pradesh: Clashes broke out after

  • અરવિંદ કેજરીવાલ હિમાચલમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે સોલન પહોંચ્યા હતા. જ્યાં તેમના રોડ શો દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો.

તેવામાં મીડિયા રિપોર્ટ્સ આધારે રોડ શોમાં હાજર કેટલાક લોકોએ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારપછી AAPના કાર્યકર્તાઓ સાથે ઝઘડો થયો હતો. આ વિવાદ વકરતા કાર્યકર્તાઓ એકબીજા સાથે બાખડી પડ્યા અને હાથાપાઈ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આના પરિણામે AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ભાષણ ટૂંકાવી દીધું હોવાનું પણ સામે આવ્યું છે.

કેજરીવાલ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર બાદ માહોલ ગરમાયો :

ગુરૂવારે અરવિંદ કેજરીવાલ સોલનમાં રોડ શો કરી રહ્યા હતા. જ્યાં તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વળી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેજરીવાલ અહીં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયો હતો. જેમાં લોકોએ એક પછી નારા લગાવતા મામલો ગરમાયો હતો. અહેવાલો પ્રમાણે આ દરમિયાન AAPના કાર્યકર્તાઓ અને નારા લગાડતા લોકો વચ્ચે ઝઘડો થઈ ગયો અને હાથાપાઈ થઈ હતી.

હોબાળો થતા કેજરીવાલે કહ્યું…

અરવિંદ કેજરીવાલે હોબાળા મુદ્દે કહ્યું કે આ હોબાળામાં જે ગુંડાઓ છે અન્ય પાર્ટીઓએ મોકલ્યા હોય એમ લાગી રહ્યું છે. આવો હોબાળો અન્ય પાર્ટીઓ જ કરી શકે. આમ આદમી પાર્ટીમાં આવા ગુંડાગીરી કરનારાઓનું કોઈ સ્થાન નથી. આવું કરવું હોય તો અન્ય પાર્ટી સાથે ચાલ્યા જાઓ.

કેજરીવાલના આકરા પ્રહારો…

રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલા લોકો પાસે ચોક્કસ પાર્ટીઓ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. હવે તેમની પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. અમે જનતા માટે કાર્યરત છીએ અને તેમના હિતમાં એક સારુ કાર્ય કરીએ એવા વિકલ્પ તરીકે સામે આવી શકીશું.

આ પણ વાંચો :-