The biggest news of Gujarat politics
- AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતના રાજકારણના (Politics of Gujarat) સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે AAP નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) ગોંડલથી ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અલ્પેશ કથીરિયાને ગોંડલથી (Gondal) ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.
AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપે પણ અલ્પેશ કથીરિયાને સમર્થન આપ્યુ છે.
મહત્વનું છે કે થોડા સમય પહેલા જ અલ્પેશ કથીરિયાએ AAPની ટોપી પહેરી છે. AAPએ ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યું છે. ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી ઉમેદવાર બદલાઈ શકે છે. ત્યારે હવે AAP અલ્પેશ કથીરિયાને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. અલ્પેશ કથીરિયાને ગોંડલ બેઠકથી ટિકિટ મળે તેવી શક્યતા છે.
અલ્પેશને લઈને “આપની” સ્ટ્રેટેજી :
અલ્પેશ કથીરિયાને AAP માં સામેલ કરાવીને અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવા માંગે છે. કેજરીવાલની સ્ટ્રેટેજી મિશન સૌરાષ્ટ્ર છે. અલ્પેશના આગમનથી કેજરીવાલ સૌરાષ્ટ્રના 5 જિલ્લા પર ટાર્ગેટ કરી શકે છે. અલ્પેશના આપમાં જોડાવાથી સુરતની 5 બેઠકો પર સીધી અસર થશે. સાથે જ ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢની બેઠકો પર પણ અસર થશે. પાટીદાર અનામત આંદોલનની અસરવાળા વિસ્તારો પ્રભાવિત થશે.
આ પણ વાંચો :-
- ભારતને હરાવો, તમારા છોકરા સાથે લગ્ન કરીશ : પોપ્યુલર એક્ટ્રેસે ઝીમ્બાબ્વેને આપી અનોખી ઓફર
- દિલ્લીનો શ્વાસ રૂંધાયો ! શાળાઓ “લોક”, વાહનો માટે ઓડ-ઈવનની તૈયારી, ઝેરી હવાના એટેક બાદ પ્રતિબંધો લાગુ