Beat India, marry your boy
- પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી સેહર શિનવારીએ ઓફર આપી છે કે જો તે આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી નાખે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે. ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત તેના અંતિમ સુપર-12 મેચમાં ઝીમ્બાબ્વે સામે 6 નવેમ્બરે ટકરાવવાનું છે.
ટી-20 વર્લ્ડ કપ 2022નો (T-20 World Cup 2022) રોમાંચ ચરમસીમાએ છે અને સુપર-12ની થોડી મેચ બાકી છે. પરંતુ અત્યારે પણ બંને ગ્રુપમાં સેમી ફાઈનલમાં (Semi Finals) પહોંચવા માટે દરેક ટીમ દાવ રમી રહી છે. કોઈનું પણ નામ સત્તાવાર કન્ફર્મ થયુ નથી. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ઝીમ્બાબ્વે (Pakistan Zimbabwe) સામે હારી ગયું હતું.
હવે જ્યારે ઝીમ્બાબ્વેએ સાઉથ આફ્રિકાને (South Africa) હરાવ્યું તો તેની આશા લાગી ગઈ. જો કે તેને ક્વોલિફાઈ કરવા માટે જરૂરી ફેક્ટ એ છે કે ઝીમ્બાબ્વેએ ભારત સામે જીતવુ પડશે. જેના માટે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક આકર્ષક ઓફર પણ આપી છે.
ભારતને હરાવો તો લગ્ન કરીશ :
સેહર શિનવારીએ ટવિટ કરીને ઝીમ્બાબ્વેને ઓફર આપી છે કે જો તેઓ આગામી મેચમાં ભારતીય ટીમને હરાવી દે છે તો તે ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરશે.
https://www.instagram.com/p/CBbVChahmA7/?utm_source=ig_embed&ig_rid=7a9b9f8e-ee33-4dc2-9b71-ff4379a329a5
તેમણે ટવિટ કર્યુ હું ઝીમ્બાબ્વેના યુવક સાથે લગ્ન કરીશ. જો તેમની ટીમ પ્રભાવશાળી રીતે આગામી મેચમાં ભારતને હરાવી નાખે તો. ત્યારબાદ તેમના ટવિટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી. હજારોની સંખ્યામાં લાઈક્સ મળ્યાં છે તો સેકડો લોકોએ રિટવિટ કર્યા છે.
6 નવેમ્બરે છે મેચ :
ભારતીય ટીમ છેલ્લી મેચ ઝીમ્બાબ્વે સામે રમશે. આ મેચ સુપર-12ની અંતિમ હશે. આ મેચ 6 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એટલે કે આ મેચ એ જ હશે જ્યાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં 4 વિકેટથી જીત નોંધાવી હતી.
આ પણ વાંચો :-