મોરબી હોનારતનું 5 દિવસે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ, રાહત કમિશનરે કરી જાહેરાત, ગોઝારી ઘટનામાં 136 લોકોના થયા મોત

Share this story

Morbi disaster rescue operation completed

  • મોરબી ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયૂ ઓપરેશન આજે 5માં દિવસે પૂર્ણ થયું છે.

મોરબીમાં (Morbi) ઝૂલતા પુલની (suspension bridge) દુર્ઘટનાના 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે. આ અંગે રાહત કમિશનરે (Relief Commissioner) રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ (Rescue operation complete) થયું હોવાનું જાહેર કર્યું છે. મચ્છુ નદીમાં (Machhu river) વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોએ  ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા :

આપને જણાવી દઈએ કે મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા છે. ત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે.

6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 4 બોટને રિઝર્વમાં રખાઇ હતી. ત્યારબાદ આજે 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે.

આ પણ વાંચો :-