નેતાઓ  રહેજો સાવધાન ! ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ‘ઠગ્સ ઓફ પોલિટિક્સ’, રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ટિકિટના નામે કોંગી નેતાઓ…..

Share this story

Leaders be careful! Congolese leaders

  • ગુજરાતમાં વડોદરા કોંગ્રેસના બે નેતાઓ સાથે ટિકિટના નામે છેતરપિંડીનો પ્રયાસ. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરાઈ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો (Cyber fraud) સક્રિય થયા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટસએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો (Rahul Gandhi) PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ (Assembly ticket) જોઈતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી (Fraud) આચર્યાનો પ્રયાસ કરાયો.

બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી :

પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

સત્યજીત ગાયકવાડ વાઘોડિયા અને ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ રાવપુરા બેઠકના છે દાવેદાર :

ચૂંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યાં છે. વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઈનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દાવેદાર છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસનાં વોર્ડ નં. 16ના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે.

સત્યજિત ગાયકવાડને પણ ફોન આવ્યો હતો :

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બંનેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ પણ વાંચો :-