દિલ્લીનો શ્વાસ રૂંધાયો ! શાળાઓ “લોક”, વાહનો માટે ઓડ-ઈવનની તૈયારી, ઝેરી હવાના એટેક બાદ પ્રતિબંધો લાગુ

Share this story

Delhi breathless! Schools  locked

  • દિલ્હીમાં પ્રદૂષણના વધતાં સ્તરની વચ્ચે સરકારે લગાવ્યા પ્રતિબંધો, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી.

દિલ્હીમાં (Delhi) શાળાઓને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ વાહનો માટે પણ ઓડ ઈવનની (Odd Even) પદ્ધતિ અમલમાં આવી શકે છે.

દિવાળી પછીથી સતત પ્રદૂષણ સામે લડી રહેલા દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં શ્વાસ લેવો દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યો છે. ત્યાંનું પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ શ્રેણીમાં પહોચી ગયું છે અને આ પોલ્યુશનનો કિસ્સો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોચી ગયો છે. દિલ્હી-NCR માં આ પ્રદૂષણ ઘટાડવાની માંગ વાળી એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ અરજી પર 10 નવેમ્બર પર સુનાવણી થશે.

દિલ્હી-NCR માં વધતાં પ્રદૂષણ વિશે વાત કરતાં CM કેજરીવાલ બોલ્યા હતા કે, ‘પંજાબમાં પરાલી સળગાવવામાં આવી રહી છે તો અમે અને અમારી સરકાર જવાબદાર છે. અમે પરાલી માટે ઘણા પ્રયાસ કર્યા છે અને આશા છે કે આગામી વર્ષ સુધીમાં આ ઘટનાઓમાં ઘટાડો આવશે.’

શુક્રવારે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક બની ગયું છે અને ધુમ્મસની ગાઢ ચાદરને કારણે એવું લાગી રહ્યું છે કે જાણે આખું દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. જણાવી દઈએ કે પ્રદૂષણનો સૌથી મોટો પુરાવો ગણાતા AQIનું સ્તર દિલ્હીના ઘણા વિસ્તારોમાં 750ને પણ પાર કરીને 800ની આસપાસ પહોંચી ગયું છે. આ સાથે જ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-