The well-known actress’s health
- Aindrila Sharmaની અચાનક તબિયત બગડવાને કારણે તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સ્ટ્રોક પહેલા તેમણે બે વખત કેન્સર સામે જંગ જીતી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (Film industry) એક હૃદયને હચમચાવી નાખે તેવા અહેવાલ સામે આવ્યાં છે. જાણીતી અભિનેત્રી એન્ડ્રીલા શર્માની તબિયત નાજુક બની છે. એન્ડ્રીલા શર્મા (Andreela Sharma) હોસ્પિટલમાં દાખલ છે. થોડા દિવસો પહેલા અચાનક તેની તબિયત બગડી (Health deteriorated) હતી. ત્યારબાદ તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યા તબીબોની ટીમે તેમની સ્થિતિને ગંભીર જણાવી છે.
હોસ્પિટલમાં દાખલ છે અભિનેત્રી :
જાણકારી મુજબ એન્ડ્રીલા શર્મા હાવડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમને અચાનક જ સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમના મગજમાં બ્લડ કલોટસ જમા થયા છે. એવામાં અભિનેત્રીની તબિયત ખૂબ નાજુક બની છે. ડોકટરોએ અભિનેત્રીને વેન્ટીલેટર પર રાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સ્થિતિ સારી નથી. ઉલ્લેખનીય છે કે એન્ડ્રીલા બે વખત કેન્સર જેવી જીવલેણ બિમારી સામે જંગ જીતી ગઇ છે.
કેન્સર સામે જીતી જંગ :
એન્ડ્રીલા શર્માને જ્યારે બીજી વખત કેન્સર હોવાની જાણકારી મળી તો ત્યારે પણ તેમણે હાર નહોતી સ્વીકારી. અભિનેત્રીએ તેની ક્રિટીકલ સર્જરીને પૂરી કરાવી. આ દરમ્યાન તેમના કીમોથેરાપીના સેશન ચાલ્યા હતા. ત્યારબાદ ડોક્ટર્સે તેમને સારું હોવાનુ બતાવ્યું હતુ.
https://www.instagram.com/p/CkGcjTuP96Z/?utm_source=ig_embed&ig_rid=1efdcd03-fb9f-4518-8a02-280e842d9c5c
એન્ડ્રીલા શર્મા એક્ટિંગમાં પોતાનુ કમબેક પણ કરી ચૂકી હતી. પરંતુ હવે અભિનેત્રીની તબિયત ફરીથી બગડી ગઇ. આ સ્થિતિમાં તેમના પરિવારની સાથે-સાથે પ્રશંસકો પણ વધારે દુ:ખી છે.
આ પણ વાંચો :-