સુપ્રીમની રાહત, અરવિંદ કેજરીવાલનો શરતી જમીન ઉપર છૂટકારો

Share this story

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. જોકે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી.

ચૂંટણીના ઘમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઇ રહેલા સીએમ અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીનનો આદેશ કર્યો છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સી ઇડીએ અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત હવે દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાની તૈયારી છે. આવું પહેલીવાર થશે કે જ્યારે કોઇ રાજકીય પાર્ટીને કોઇ આપરાધિક કેસમાં આરોપી બનાવવામાં આવશે.

કેજરીવાલે ૨જી જૂનના રોજ સરેન્ડર રવાનું રહેશે. કેજરીવાલ હવે જેલ બહાર આવશે. જ્યારે EDએ વચગાળાના જામીનનો વિરોધ કરવા ઉપરાંત પૂરક ચાર્જશીટ દાખલ કરી કેજરીવાલ તથા તેમની આમ આદમી પાર્ટીને ઘેરવાની પૂરી યોજના તૈયાર કરી હતી. EDએ કેજરીવાલને શરાબ કૌભાંડના મુખ્ય કિરદાર ગણાવ્યા હતા.

દિલ્હી દારૂ કૌભાંડ મામલે આજે વધુ એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. કવિતાના જામીન કેસમાં હાઈકોર્ટે EDને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. દિલ્હીની વિવાદાસ્પદ આબકારી નીતિ અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કે. કવિતાની જામીન અરજી નીચલી વિશેષ અદાલતે ફગાવી દીધી છે. આ આદેશને કવિતાએ હાઇકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ઇડીની દલીલો માનતાં કવિતાને જામીન આપવાની મનાઇ કરી દીધી હતી. હવે કવિતા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકશે.

આ પણ વાંચો :-