As the face of AAP CM candidate was announced
- રાજકોટના રાજભા ઝાલાના નિવેદન પર ઈટાલિયાની પ્રતિક્રિયા; “તેમના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે”
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ (Political environment) ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કરતા આપમાં રાજકીય ખેંચાતાણ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટી સાથે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ (Indranil Rajyaguru) છેડા ફાડી નાખ્યો છે.
તેમણે ફરી કોંગ્રેસનો (Congress) હાથ પકડ્યો છે. આપના ઉમેદવારો અને CM પદનો ચહેરો ઘોષિત થતા ડખા શરૂ થયાં છે. રાજકોટમાં રાજભા ઝાલાનું (Rajbha Jhala) મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જે નિવેદન બાદ આપના પ્રદેશ પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી છે.
રાજભા ઝાલા મોટું નિવેદન :
સૌરાષ્ટ્ર સંગઠનના આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજભા ઝાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીમાં કાર્યકરોને સાંભળવામાં નથી આવતા તેમજ તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેજરીવાલ કોઈ ને મળતા નથી કોઈને જવાબ નથી આપતા. તેમણે કહ્યું ઈન્દ્રનીલ રાજ્યગુરુનો આર્થિક ઉપયોગ AAP કરી રહી છે. નવા નેતા આવે એટલે જુના નેતાને સાઈડલાઈન કરાય છે તેવું પણ જણાવ્યું હતું.
AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા નિવેદન :
આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું રાજભા ઝાલાના નિવેદન પર પ્રતિક્રિયા સામે આવી છે જેમા તેમણે કહ્યું કે તેમના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે અને રાજભા ફરી મજબૂતીથી આમ આદમી પાર્ટીનો અવાજ ઉઠાવશે તેમણે જણાવ્યું કે રાજભા ઝાલાએ જે જણાવ્યું છે તેવું અર્થઘટન જુદુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-
- ‘ગોવામાં પાર્ટી’ કરવાના પ્લાન કરતાં લોકો ચેતજો! સીધા 50 હજારનો થશે દંડ, કડક થઈ ગયો આ નિયમ
- ખુશખબર : ભારતમાં આગામી સપ્તાહથી Apple યુઝર્સને મળશે 5G નેટવર્ક, જાણો ક્યાં અને કેવી રીતે