BJP’s huge election campaign in Surat today
- વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ફોજ સુરતમાં ઉતરશે. આજે સુરતની 10 વિધાનસભા બેઠક પર ભાજપના 8 નેતાઓ અને સ્ટારપ્રચારકો જાહેરસભા ગજવશે.
યુ.પીના સી.એમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ચોર્યાસી વિધાનસભામાં આવતા ગોડાદરા વિસ્તારમાં જાહેર સભા (Public Meeting) સંબોધશે. આ વિસ્તારમાં હિન્દીભાષી મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. ગોડાદરા (Goddara) અને ડીંડોલી સહિતના વિસ્તારોની અંદર ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવામાં આવશે.
લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મતદારોની સંખ્યા ખૂબ જ વધુ છે. મરાઠી મતદારોને રીઝવવા માટે દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) ચૂંટણી પ્રચારની કમાન સોંપવામાં આવી છે. તેઓ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા સંજયનગર સર્કલ ખાતે સભા કરશે.
રૂપાલા-માંડવિયા પાટીદારોના ગઢમાં :
પાટીદાર ગઢમાં મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. પાટીદાર પ્રભાવવાળી વરાછા વિધાનસભા વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા સભાને સંબોધિત કરશે. મનસુખ માંડવિયા કરંજ અને કતારગામ વિધાનસભા વિસ્તારમાં સભા ગજવશે.
ત્યારે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાની જવાબદારી સોંપાય છે. આ ત્રણેય બેઠકો ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. પરંતુ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર વધતા ભાજપ માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે. તેથી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા આ વિસ્તારમાં સભા સંબોધીને કામ શરૂ કરશે.
નીતિન પટેલ ઉધનામાં :
ઉધના વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને મહેસાણાના પાટીદારો મતદારોની સંખ્યા વધારે છે. આ વિસ્તારમાં નીતિન પટેલ જાહેર સભાને સંબોધશે. ઉત્તર વિધાનસભામાં પણ નીતીન પટેલ સભા કરશે. જ્યારે મજુરા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પશ્ચિમ બેઠક ઉપર અનુરાગ ઠાકુર અને પૂર્વ વિધાનસભા વિસ્તારમાં તેજસ્વી સૂર્યાજી સભા કરશે.
આ પણ વાંચો :-
- ઈન્દોરમાં રાહુલ ગાંધીને બોમ્બ ઉડાવી દેવાની ધમકી ! પત્ર મળી આવતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ
- તારક મહેતા… શોમાં મહત્વની ભૂમિકા ભજવતા કલાકાર ઈજાગ્રસ્ત, શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા