Rules : કાર ચોરી થઈ જાય તો પણ EMI ભરવા પડે કે છુટકારો મળે ? જાણો નિયમ

Share this story

Rules: Even if the car is stolen

  • જો કોઈ વ્યક્તિ સસ્તામાં સસ્તી નવી કાર પણ ખરીદવા માંગે છે તો પણ તેને ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. એવામાં  એ જરૂરી નથી કે કોઇ વ્યક્તિ પાસે આટલા પૈસા એકસાથે ખર્ચ કરવા માટે હોય.

જો કોઈ વ્યક્તિ સસ્તામાં સસ્તી નવી કાર (Cheap new car) પણ ખરીદવા માંગે છે તો પણ તેને ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. એવામાં  એ જરૂરી નથી કે કોઈ વ્યક્તિ પાસે આટલા પૈસા એકસાથે ખર્ચ કરવા માટે હોય. એટલા માટે મોટી સંખ્યામાં લોકો કાર લે છે અને ત્યારબાદ લોનને ઈએમઆઈના (Loan EMI) રૂપમાં દર મહિને ધીમે ધીમે પરત કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોન સંપૂર્ણપણે ચૂકવો તે પહેલાં કાર ચોરી થઇ જાય તો શું થશે? શું આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિને ઈએમઆઈ ચૂકવવી પડશે અથવા પછી તેને ઇએમઆઇમાંથી છુટકરો મળશે?

આ વાતને લઈને ઘણા બધા લોકો કંફ્યૂજ થઇ શકે છે. પરંતુ તેનો જવાબ છે કે જે લોન તમે લીધી છે તે તમારે ચૂકવવી પડશે. એટલે કે જો તમારી કાર ચોરી પણ થઇ જાય છે ત્યારે પણ લોન ચૂકવવી પડશે. જોકે આવી સ્થિતિમાં ઇંશ્યોરેન્સ ક્લેમ તમારા કામ આવી શકે છે.

જો તમારી ઈશ્યોરેન્સ પોલિસીમાં ચોરીનો ક્લેમ કવર થતો હોય તો તમે ઈશ્યોરેન્સ કંપનીમાં કાર ચોરીનો ક્લેમ કરી શકો છો. ત્યારબાદ ઈશ્યોરેન્સ કંપની તમારી કારની IDV (Insured Declared Value) ના આધારે પહેલાં લોનનું પેમેંટ કરશે અને બાકીની લોન ચૂકવ્યા બાદ પણ ક્લેમના પૈસા બચે છે તો તે તમને મળશે.

જોકે જ્યારે વિમા પોલિસી લો છો તો તેમાં ઈશ્યોરેન્સ કંપનીને ખબર હોય છે કે તમારી કાર પર લોન છે કે નથી કારણ કે જે કાર લોન લીધી હોય છે. તેની આરસી પર લોન આપનાર બેંકનું નામ લખેલું હોય છે. તો જો કાર ચોરી થઇ જાય છે તો વીમા કંપની તમને ક્લેમના આધારે પહેલાં બેંકને લોનના પૈસા આપી દે છે. જોકે જો તમારો ક્લેમ રિજેક્ટ થઇ જાય છે તો લોનના પૈસા તમારે ચૂકવવા પડશે. જો તમ આમ નથી કરતા તો બેંક તમારા કાર્યવાહી કરી શકે છે અને પેનલ્ટી પણ લગાવી શકે છે.

આ પણ વાંચો :-