Bully of AAP candidate
- ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારનો એક વિવાદિત વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટીના ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉમેદવાર જગમલ વાળાનો (Jagamal vala) ટોલ બુથના કર્મચારી (Toll Booth Employee) સાથે દાદાગીરી કરવાનો અને માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે ટોલ કર્મચારી દ્વારા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં (Prabhas Patan Police Station) ફરિયાદ નોંધાઈ છે.
ટોલ કર્મચારીને લાફો મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ :
ઘટનાની વિગતો મુજબ 15 નવેમ્બરની રાત્રે જગમલ વાળાનો કાફલો વેરાવળ પાસે સ્થિત ડારી ટોલ બુથ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે કોઈ બાબતને લઈને તેઓ ગુસ્સે થઈ જાય છે અને ગાડીમાંથી ઉતરીને ટોલ બુથ પર ઊભેલા કર્મચારીને લાફો ઝીંકી દે છે.
આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. ટોલ કર્મીએ આમ આદમી પાર્ટીના નેતા પર ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. હાલમાં સમગ્ર મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અગાઉ પણ મારામારીના આક્ષેપમાં જેલ જઈ ચૂક્યા છે જગમાલ વાળા :
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે જગમલ વાળા આ પ્રકારે વિવાદમાં સપડાયા હોય. આ પહેલા પણ તેઓ ઘણીવાર વિવાદમાં આવી ચૂક્યા છે. જગમલ વાળા પર નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારીને તેના કેબિનમાં ઘુસીને ધમકાવવાના અને મારપીટ કરવાના આરોપ લાગ્યા હતા.
આ મામલે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. જગમલ વાળા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે અને પોતે ઉમેદવાર પણ છે. એવામાં આ પ્રકારની ઘટનાથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની શાખને પણ નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો :-