રેલવે કર્મચારીઓ આનંદો ! દર મહિને ચાર હજાર સુધીનો ફાયદો થાય તેવો નિર્ણય લીધો મોદી સરકારે

Share this story

Railway employees rejoice

  • રેલવેના લગભગ 80,000 કર્મચારીઓને લાભ મળે એવો એક નિર્ણય મોદી સરકારે લીધો છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Railway Minister Ashwini Vaishnave) રેલવે કર્મચારીઓ માટે આજે ઘણા સારા સમાચાર આપ્યા છે. રેલવેના સુપરવાઇઝર (Supervisor of Railways) ગ્રેડ એટલે કે ગ્રેડ 7 હેઠળ આવતા રેલવેના 80 હજાર કર્મચારીઓને મોટો ફાયદો થશે. રેલવે મંત્રીએ કહ્યું કે રેલવેમાં એંસી હજારનો કેડર છે, જે રેલવેની કરોડરજ્જુ છે. તેમાં સ્થિરતાની સમસ્યા હતી. એટલે કે તેમને બઢતી મળતી નહોતી પરંતુ હવે તેમની બઢતીનો મુદ્દો ઉકેલ દેવાયો છે અને તેઓ હવે સુપરવાઇઝર તરીકે પ્રમોટ (Promoted to Supervisor) થઈ શકશે.

લેવલ 6ના કર્મચારીઓ લેવલ 7 અને 8 સુધી પહોંચી શકશે :

રેલવે મંત્રીએ કહ્યું કે હવે લેવલ 6ના કર્મચારીઓ લેવલ 7 અને 8 સુધી પહોંચી શકશે અને કેટલાક લોકો લેવલ 9 સુધી પણ પહોંચી શકશે. એટલે કે તેઓ ગ્રુપ એ અધિકારીઓની સમકક્ષ પહોંચી શકશે. તેનાથી રેલવે પરિવારમાં મોટી ખુશી આવશે. અગાઉ રેલવે કર્મચારીઓની અંદર પ્રમોશનના અભાવે ભારે હતાશા જોવા મળી હતી. તેની અસર કામ પર પણ પડી હતી.

કર્મચારીઓનું શું ફાયદો મળશે  :

રેલવે મંત્રીએ કહ્યું કે સુપરવાઇઝર્સ ગ્રેડ લેવલ 6માં આવે છે. જેમાં સ્ટેશન માસ્ટર, જુનિયર એન્જિનિયર્સ, પાથ-વે ઇન્સ્પેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. આ ડેપ્યુટી ડિરેક્ટરની નીચેની પોસ્ટ્સ છે. આ નવા નિર્ણયથી દરેક કર્મચારીને દર મહિને અઢીથી ચાર હજાર રૂપિયાનો ફાયદો થશે. કેટલાક ખર્ચા ઓછા થયા છે.

તેના બદલે આ લાભ આપવામાં આવશે. આનાથી રેલવે પર કોઈ આર્થિક બોજ નહીં પડે. આમાં કોઈ પાત્રતા વગેરેની તપાસ કરવાની નથી, પરંતુ તમામ એંસી હજાર કર્મચારીઓને તેનો લાભ મળશે. એટલે કે દરેક માટે સારા સમાચાર છે. આ એક ખૂબ જ મોટું નૈતિક બૂસ્ટર છે. આજે તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-