IPL 2023 Retention: Chennai Super Kings release
- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નાં ઓક્શન પહેલાં તમામ ટીમો દ્વારા રીટેન ખેલાડીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી રહી છે. મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નઇ સુપરકિંગ્સ સહિત 10 ટીમો દ્વારા આ મુદે નિર્ણય લેવાઇ ગયો છે.
ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) બાદ હવે ફેન્સ માટે નવો એક ક્રિકેટ વિષય આવ્યો છે તે છે IPL. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નાં (Indian Premier League 2023) ઓક્શન પહેલાં જ રિટેન્શન લિસ્ટ બહાર પાડવામાં આવી છે. તમામ 10 ટીમોએ પોતાની લિસ્ટ ફાઇનલ કરી છએ અને બીસીસીઆઇએ તેની જાણકારી આપી છે. રિટેન્શન બાદ ઓક્શનમાં (Auction) જનાર પ્લેયર્સના ચહેરા પણ સામે આવી ગયાં છે. આ વખતે ઓક્શન ડિસેમ્બરનાં અંતમાં થઇ શકે છે.
આ ટીમોમાંથી રિટેન થયાં પ્લેયર્સ :
DC :
દિલ્હી કેપિટલ્સનાં શાર્દુલ ઠાકુર, સિમ સિફર્ટ, અશ્વિન હેબ્બાર, શ્રીકર ભરત, મંદીપ સિંહને રિલીઝ કરાયુ છે. જ્યારે અમન ખાનની ટીમને કોલકત્તાથી લેવામાં આવ્યું છે. દિલ્હી પાસે 19.45 કરોડ રૂપિયા બચ્યાં છે.
LSG :
લખનૌ સુપર જાયન્ટ્સનાં એન્ડ્ર્યુ ટાઇ, અંકિત રાજપૂત, દુષ્મંતા ચમીરા, ઈવિન લુઇસ, જેસન હોલ્ડર, મનીષ પાંડે અને શહબાઝ નદીમને રિલીઝ કરવામાં આવેલ છે. હવે ટીમ પાસે 23.35 કરોડ છે.
PK :
પંજાબ કિંગ્સનાં મયંક અગ્રવાલ, ઓડિએન, વૈભવ અરોડા, બેન હોવેલ, ઇશાન પોરેલ, અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા, રૂતિક ચટર્જીને રિલીઝ કરવામાં આવ્યો છે. ટીમ પાસે 32.2 કરોડ રૂપિયા બચ્યાં છે.
KKR :
કોલકત્તા નાઇટ રાઇડર્સનાં, પેટ કેમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મહોમ્મજ નબી, ચમિકા કરૂણારત્ન, એરોન ફિંચ, અભિજીત તોમર, અજિક્ય રાહણે, અશોક શર્મા, બાબા ઇન્દ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રસીખ સલામ, શેલ્ડન જેક્સનને રિલીઝ કરવામાં આવ્યાં છે. હવે કોલકત્તા પાસે 7.05 કરોડ રૂપિયા બાકી છે.
CSK
ચેન્નઇ સુપરકિંગ્સે ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડનને રિલીઝ કર્યાં. જ્યારે રોબિન ઉથપ્પા પહેલે જ રિટાયર થયાં છે. ચેન્નઇ પાસે હાલમાં 20.45 કરોડ રૂપિયા બચ્યાં છે. સ્ક્વોડની કમાન ધોનીના હાથમાં સુરક્ષિત છે.
SH :
હૈદ્રાબાદનાં કેપ્ટન થયા બહાર :
સનરાઇઝર્સ હૈદ્રાબાદનાં કેન વિલિયમસન્સ, નિકોલસ પૂરનસ જગદીશ સુચિથ, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, શોન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા, વિષ્ણુ વિનોદને રિલીઝ કરાયા છે. હૈદ્રાબાદનું બજેટ હવે 42.25 કરોડ રૂપિયા છે.
MI :
મુંબઈ ઈન્ડિયન્સનાં કુલ 13 ખેલાડીઓ રિલીઝ થયાં છે જેમાં કિરોન પોલાર્ડનું રિટાર્યનમેન્ટ સમાવિષ્ટ છે. આ રિલીઝની સાથે જ મુંબઇ ઇન્ડિન્સની પાસે 20.55 કરોડ રૂપિયા બાકી રહે છે. તેમના સ્ક્વોડમાં 2 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે. મુંબઇએ કિરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંહ, આર્યન જુયાલ, બસિલ થામ્પી, ડેનિઅલ સેમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનાદકટ, મયંક માર્કેડય, મુરૂગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રિલે મેરેડિથ, સંજય યાદવસ ટાઇમિલ મિલ્સને રિલીઝ કરાયું છે.
2 કેપ્ટનની છૂટ્ટી :
પંજાબ કિંગ્સના મયંક અગ્રવાલને રિલીઝ કરાયું છે. સનરાઇઝર્સ હૈદ્રાબાદનાં કેન વિલિયમસનને પણ રિલીઝ કરાયું છે.
આ પણ વાંચો :-