ATM માંથી કેશ કાઢવા જાઓ છો તો પહેલા જાણી લેજો આ નવો નિયમ, નહીંતર અટકી જશે પૈસા

Share this story

If you go to withdraw cash from the ATM

  • જો તમે એસબીઆઈના ગ્રાહક છો તો આ તમારા માટે કામની વાત છે. હવે SBIના એટીએમમાંથી પૈસા નિકાળવા માટે તમારે ખાસ નંબર આપવો પડશે. જો તમે આ નંબર આપતા નથી તો તમારી રોકડ અટકી જશે. એસબીઆઈએ એટીએમમાંથી રોકડ કાઢવા માટે નિયમમાં ફેરફાર કર્યો છે.

હવે તમારે એસબીઆઈના એટીએમમાંથી (SBI ATMs) રોકડ કાઢવા માટે એક સ્પેશિયલ નંબર આપવો પડશે. જો તમે આ નંબર નહીં નાખો તો તમારી રોકડ અટકી જશે. ખરેખર બેંકે એટીએમમાંથી ટ્રાન્જેક્શનને (Transaction) વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. આવો જાણીએ આ નિયમ અંગે.

ગ્રાહક ઓટીપી વગર રોકડ કાઢી શકશે નહીં :

બેંક તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ નવા નિયમ હેઠળ ગ્રાહક ઓટીપી વગર રોકડ કાઢી શકશે નહીં. જેમાં રોકડ કાઢતી સમયે ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર એક ઓટીપી મળે છે, જેને નાખ્યા બાદ એટીએમમાંથી રોકડ નિકળે છે.

બેંકે આપી છે માહિતી :

આ નિયમ અંગે બેંકે પહેલા જ જાણકારી આપી દીધી છે. બેંકે જણાવ્યું એસબીઆઈ એટીએમમાં લેવડ-દેવડ માટે અમારી ઓટીપી આધારિત રોકડ ઉપાડ પ્રણાલી છેતરપિંડી કરનારાઓ સામે ટીકાકરણ છે. તમને છેતરપિંડીથી બચાવવા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. એસબીઆઈના ગ્રાહકોને આ વાતની જાણકારી હોવી જોઈએ કે ઓટીપી આધારિત રોકડ ઉપાડ પ્રણાલી કેવીરીતે કામ કરશે.

જાણો શું છે નિયમ ? 

મહત્વનું છે કે બેંકે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે 10,000 અને તેનાથી વધુ રકમની રોકડ પર નવો નિયમ લાગુ કરી દીધો છે. જે હેઠળ એસબીઆઈના ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા એક ઓટીપી અને તેમના ડેબિટ કાર્ડ પિનની સાથે દરેક વખતે પોતાના ATMમાંથી 10,000 રૂપિયા અને તેનાથી વધુ કાઢવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચો :-