A quantity of liquor seized from a car written MLA
- ગુજરાતમાં આચારસંહિતા લાગુ થયા બાદ રોકડા રૂપિયા, સોનું, ડ્રગ્સ બાદ હવે દારૂ પકડાયો છે, ગીર સોમનાથમાં ધારાસભ્ય લખેલી કારમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો છે
ગીર સોમનાથ (Gir Somnath) ઉનામાં પાલિતાણાના (Palitana) તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉનામાં ઈગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. ચેતનભાઇ ડાભી (Chetanbhai Dabhi) હાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. MLA ગુજરાત લખેલી ગાડીમાં તેઓ દારુ સાથે પકડાયા હતા. ભાજપના નેતા વિદેશી દારૂના (Foreign liquor) જથ્થા સાથે ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ દાખલ કરી તજવીજ હાથ ધરી છે. કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ થઈ જાય છે, જેથી પોલીસનું ચેકિંગ વધી જાય છે. આમ તો ગુજરાતમા છાશવારે દારૂ પકડાતો હોય છે. પરંતુ ગીર સોમનાથની ચૂંટણી સમયે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ધારાસભ્ય લખેલી ગાડીઓને સલામ મારીને જવા દેવી પડે છે.
પંરતુ ગીર સોમનાથ પોલીસે માંડવી ચેકપોસ્ટ પર એમએલએ ગુજરાત લખેલી નવીનકોર ઈનોવા કારને પોલીસે રોકી હતી. ત્યારે ગાડીમાં ભાવનગરના કોઈ નેતાજીએ મંગાવેલો મોટી માત્રામાં દારૂ ઝડપાયો હતો. આ બાદ પોલીસને ભલામણોનો દોર શરૂ થયો. પોલીસ દ્વારા પાલીતાણા ડુંગરપુરના બે ઈસમ અને 1 ગીર સોમનાથના યુવાનની ધરપકડ કરાઈ છે.
- મહેબૂબ લાખેપોટા, રહે ડુંગરપુર પાલીતાણા, ભાવનગર.
- હાર્દિક પરમાર, રહે અનિડા ગામ તાલાલા તાલુકો, ગીર સોમનાથ.
- ચેતન ડાભી, રહે ડુંગરપુર, પાલીતાણા ભાવનગર.
સૂત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર ભાવનગરના મોટા નેતાજીની આગળ પાછળ ફરતા લોકોને છોડાવવા નેતાઓએ આકાશ પાતાળ એક કર્યા હતા. પરંતુ પુના પોલીસે નેતાજીના વચેટિયાને જેલ હવાલે કર્યા છે. ત્યારે આચાર સંહિતામાં પોલીસની સ્વતંત્ર કામગીરી ખીલીને સામે આવી છે.
આ પણ વાંચો :-