ભાજપનો દાવ ઊંધો પડયો : ગાંધીનગરમાં મનપસંદ બેઠક માટે જીદે ચઢ્યા આ નેતા, મનાવવા માટે બેઠકોનો દોર

Share this story

BJP’s bet turned upside down

  • માણસા વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનું કોકડું ગૂચવાયું છે. પાર્ટી માણસા બેઠકના દાવેદાર અમિત ચૌધરીને સતત મનાવી રહી છે. ભાજપ તેમને ખેરાલુ બેઠક પરથી ઉમેદવાર બનાવવા માંગે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાજંગ 2022 ભારે રસાકસીનો છે. ભાજપ કોંગ્રેસના (Gujarat Congress) સીધા જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે ત્યારે રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે.

એવામાં ભાજપમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે હજુ પણ 4 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર (Mansa, Kheralu, Raopura, Manjalpur) બેઠકનો સમાવેશ થાય છે. એવામાં માણસા વિધાનસભા બેઠકમાં ભાજપનું કોકડું ગૂંચવાયું છે.

અમિત ચૌધરીને મનાવવા ભાજપ કરી રહ્યું છે પ્રયાસ :

ભારતીય જનતા પાર્ટી માણસા બેઠકના દાવેદાર અમિત ચૌધરીને (Amit Chaudhary) મનાવવા માટે પ્રયાસ કરી રહી છે. તેમને મનાવવા માટે ગઈકાલે ભાજપ કાર્યાલય કમલમમાં 2 કલાક સુધી બેઠક ચાલી હતી. પાર્ટી અમિત ચૌધરીને માણસાને બદલે ખેરાલુ બેઠક પર ઉમેદવાર બનાવવા માંગે છે. જો કે અમિત ચૌધરીએ ખેરાલુ બેઠક ચૂંટણી લડવા માંગતા નથી. તેઓ માણસા બેઠક પરથી જ ચૂંટણી લડવા માંગે છે.

બદલાઈ શકે છે સમીકરણ :

માણસા બેઠક પર સમીકરણ બદલાય તેવી ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસા બેઠક પર પાટીદાર ચહેરાની પસંદગી થઈ શકે છે. જોકે, માણસા બેઠક ઉપર ચૌધરી સમાજના સમીકરણો પર પણ ચર્ચા દોર જામ્યો છે.

માણસા બેઠકનું સમીકરણ :

માણસા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું (Union Home Minister Amit Shah) મૂળ વતન છે. માણસા ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. માણસા ગાંધીનગર (Mansa Gandhinagar) જિલ્લાનો એક ભાગ છે અને તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. માણસા તાલુકામાં 48 ગામો તેમ જ 61 ગ્રામ પંચાયતો આવેલી છે.

માણસા મતદારક્ષેત્રમાં કુલ 212618 મતદારો છે. જેમાં 109808 પુરૂષ, 102804 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પટેલ સુરેશકુમાર ચતુરદાસનો વિજય થયો હતો. તેમણે ભાજપના ઉમેદવાર અમિત ચૌધરીને હરાવ્યા હતા.

આ પણ વાંચો :-