Fell in love while taking a morning walk
- પાકિસ્તાનમાં સવાર સવારમાં મોર્નિંગ વોક પર નીકળેલી એક 19 વર્ષની યુવતીનું દિલ 70 વર્ષના વૃદ્ધ પર આવી ગયું અને તેણે આ વૃદ્ધને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધુ અને એકબીજાના જીવનસાથી બની ગયા.
પાકિસ્તાનમાં (Pakistan) સવાર સવારમાં સેર પર નીકળેલી એક 19 વર્ષની યુવતીનું દિલ 70 વર્ષના વૃદ્ધ પર આવી ગયું અને તેણે આ વૃદ્ધને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કરી લીધુ અને એકબીજાના જીવનસાથી (Spouse) બની ગયા.
આ કપલ વચ્ચે 50 વર્ષથી વધુ ઉંમરનું અંતર છે. તેમની લવસ્ટોરીનો (A love story) એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંનેએ વિગતવાર પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું છે.
આ નવ દંપત્તિનું નામ લિયાકત અને શમાઈલા છે. બંને લાહોરમાં (Lahore) ખુશીથી રહે છે. આ બધા વચ્ચે લિયાકત અને શમાઈલાએ પોતાની મુકમ્મલ થયેલી લવ સ્ટોરી અંગે શું કહ્યું અમે તમને જણાવીએ. વાત જાણે એમ છે કે શમાઈલાને પૂછવામાં આવ્યું કે તમારા પતિની ઉંમર તો ઘણી વધારે છે તો નવી નવેલી દુલ્હને કહ્યું કે ‘જુઓ પ્રેમમાં ઉંમર જોવાતી નથી, બસ મોહબ્બત થઈ જાય છે. તેમાં જાત-પાત, ઊંચ અને નીચ કશું જોવાતું નથી, તો આવામાં મને પણ મોહબ્બતના રોગે જકડી લીધી.’
જ્યારે લિયાકતે પોતાની પ્રેમ કહાની વર્ણવતા કહ્યું કે ‘રોમેન્ટિક હોવા માટે કોઈ ઉંમર હોતી નથી. દરેક ઉંમરનું પોતાનું એક અલગ રોમાન્સ હોય છે.’
વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં દર 15 દિવસે કોઈને કોઈ પ્રેમ કહાની વાયરલ થાય છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા પોલેન્ડની એક એજેડ મહિલાએ પાકિસ્તાનના 30 વર્ષના યુવક સાથે નિકાહ કરવા માટે પોતાનો દેશ છોડી દીધો. ત્યારે પણ આ કહાની એટલી વાયરલ થઈ હતી.
આ પણ વાંચો :-
- આવી રહી છે નવી Toyota Fortuner ! અંદાજ જૂનો પરંતુ ફીચર્સ નવા દમદાર
- સ્મૃતિ ઈરાનીને ગુજરાતની પાણીપુરીનો ચટકો લાગ્યો, કાફલો રોકાવીને પાણીપુરી ખાધી